શૂટિંગના સેટથી શાહરૂખની લાડલી સુહાનાએ શેર કરી તસવીરો, નાના ટોપમાં આપ્યા એવા જબરદસ્ત પોઝ કે…

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ગૌરી ખાનની લાડલી સુહાના ખાન ટૂંક સમયમાં જ અભિનયની દુનિયામાં પોતાનો દબદબો ફેલાવતી જોવા મળશે. આ સ્ટાર કિડ ‘ધ આર્ચીઝ’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે. જેમાં તે અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા તેમજ બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર સાથે પણ જોવા મળશે. આવી સ્થિતિમાં આ ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. સુહાના અને ખુશી અત્યારે નેટફ્લિક્સ પર આવતા વર્ષે 2023માં રિલીઝ થનારી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

હાલમાં કેટલાક સમય પહેલા જ સુહાનાએ બ્લેક ક્રોપ ટોપ અને બ્લુ સિમ્પલ જીન્સમાં ફોટા શેર કર્યા છે. જેમાં તે સિમ્પલ અવતારમાં જોઈ શકાય છે. તેણે તેના વાળને બાંધી રાખ્યા છે અને મેકઅપ કર્યો છે. સુહાના તેની ગેંગ સાથે કેમેરામાં પોઝ આપતી પણ જોવા મળે છે. સુહાના ખાનના આ ફોટા પર થોડા જ સમયમાં હજારો લાઈક્સ આવી ગઇ હતી. બેસ્ટિઝ શનાયા કપૂર, અનન્યા પાંડે અને નવ્યા નવેલી નંદાએ રેડ હાર્ટ ઇમોજી બનાવીને તેમના ફોટા પર પ્રેમ વરસાવ્યો છે.

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન પણ ફેન ફોલોઈંગના મામલે કોઈથી ઓછી નથી. તેના બોલિવૂડ ડેબ્યુ પહેલા જ સુહાના તેના ફેન્સની ફેવરિટ છે અને તેમના દિલો પર રાજ કરે છે. સુહાનાની તસવીરો સામે આવતાં જ વાયરલ થઈ જાય છે. ફેન્સ સુહાનાની ફેશન સેન્સ અને તેની ગ્લેમરસ સ્ટાઈલને ખૂબ પસંદ કરે છે. આ તસવીરો સુહાના ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે આર્ચીઝના બાકીના સ્ટાર્સ સાથે પણ જોવા મળી રહી છે.’ધ આર્ચીઝ’ની વાત કરીએ તો, આ ફિલ્મથી એક નહીં પરંતુ ત્રણ સ્ટાર કિડ્સ ડેબ્યૂ કરી રહ્યાં છે.

ઝોયા અખ્તરે ‘ધ આર્ચીઝ’નો વીડિયો શેર કર્યો હતો, જેમાં દરેક ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા. બધાએ અલગ જ સ્ટાઈલના આઉટફિટ પહેર્યા હતા. ચાહકોને આનું ટીઝર ઘણું પસંદ આવ્યું છે. દરેક જગ્યાએ દરેકના વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2023માં રિલીઝ થશે.હાલમાં જ એટલે કે 22 મેના રોજ સુહાના ખાને પોતાનો 22મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. જન્મિદવસની ઘણી તસવીરો સુહાનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કરી હતી ત્યારે શાહરૂખ અને તેની દીકરી સુહાના વચ્ચે કેટલીક વાતો કોમન છે અને આ વાતોના આધાર પર એ કહી શકાય કે કદાચ સુહાના તેના પિતાની જેમ ઇન્ડસ્ટ્રી પર રાજ કરશે.

શાહરૂખ ખાનની જેમ સુહાના તેના ફેન બેસને સારી રીતે સમજે છે અને જાણે છે કે ફેન્સની પાવર શું હોય છે. સુહાના સાહરૂખની જેમ બજ ક્રિએટ કરવામાં એક્સપર્ટ છે. કોઇ પણ ફિલ્મ પહેલા તેના વિશે બજ ક્રિએટ હોવો જરૂરી છે.શાહરૂખને ઇન્ડસ્ટ્રીના સૌથી ચાર્મિંગ કલાકારોમાંના એક માનવામાં આવે છે. તે તેના લુકના પાવરને સારી રીતે સમજે છે. સુહાનાએ પિતાનો આ ગુણ પણ અપનાવ્યો છે. તેણે ન માત્ર ફિટનેસ મેઇનટેઇન કર્યુ છે પરંતુ ચહેરાનો પણ ખાસ ખ્યાલ રાખ્યો છે.જો કે સુહાના ખાને અત્યાર સુધી મીડિયા સાથે સીધો સંવાદ કર્યો નથી.

પરંતુ જ્યારે IPL દરમિયાન હોસ્ટ બેભાન થઈ ગઈ, ત્યારે જોવામાં આવ્યું કે તે કેટલી દયાળુ અને નરમ દિલની છે. સુહાના ખૂબ જ પરેશાન હતી. સુહાના ખાન પણ તેના પિતાની શાલીનતા દર્શાવે છે જે તેના માટે ઉપયોગી થશે.સુહાના ખાન ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઈન્ડસ્ટ્રીના સેંકડો દિગ્ગજોને ફોલો કરે છે. દેખીતી રીતે સુહાના પણ તેના પિતાની જેમ ફિલ્મ બિઝનેસને સમજે છે અને તે ઈન્ડસ્ટ્રીથી સંપૂર્ણ વાકેફ રહેવાનો અને દરેકના સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરે છે.સુહાના ખાનની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર સેલિબ્રિટીઝની ટિપ્પણીઓ જણાવે છે કે તે કેવી રીતે સ્ટાર્સ સાથે સંબંધો જાળવી રાખે છે. શાહરૂખ ખાનની આ ગુણવત્તા સુહાનામાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે કે સુપરસ્ટાર હોવા છતાં તે દરેક સાથે સંબંધ જાળવી રાખે છે અને આ જ તેને એક સારો અને મહાન વ્યક્તિ બનાવે છે.

Shah Jina