પરીક્ષામાં આ વિધાર્થીએ આપ્યો એવો જવાબ કે વાંચીને શિક્ષકના પણ હોશ ઉડી ગયા, આજ પહેલા તમે પણ નહિ વાંચ્યો હોય

પરીક્ષાનું નામ સાંભળીને જ ભલભલા વિધાર્થીઓના મોતિયા મરી જતા હોય છે, કારણ કે આખું વર્ષ વાંચ્યું હોય એ પરીક્ષામાં પૂછશે કે નહિ એ વાતનું પણ ટેંશન હોય, અને છેક સુધી તૈયારી ના કરનારા વિધાર્થીઓને પણ ટેંશન આવી જાય, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવા વિધાર્થીનો જવાબ વાયરલ થઇ રહ્યો છે જે ટેંશનને પણ દૂર કરી દે.

(પ્રતીકાત્મક તસવીર)

આ વિધાર્થીએ પરીક્ષામાં પૂછેલા સવાલનો એવો જવાબ આપ્યો કે તે વાંચીને શિક્ષકના પણ હોશ ઉડી ગયા હતા. આ વિધાર્થીએ લખેલા સવાલની એક કોપી કોઈએ ક્લિક કરી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધી. જેના બાદ તેની તસ્વીર ખુબ જ વાયરલ થઇ રહી છે.

(પ્રતીકાત્મક તસવીર)

વિધાર્થીએ આપેલા જવાબને જોઈને એમ લાગી રહ્યું છે કે સવાલ ભાખડા નાંગલ પરિયોજના વિશે પૂછવામાં આવ્યો છે. પરંતુ આ વિધાર્થી તેનો જવાબ ખુબ જ વિચિત્ર રીતે આપે છે. તે જણાવે છે કે ડેમ સતલજ નદી ઉપર બન્યો છે, પછી તે આગળ જેમ જેમ જવાબ આપે છે તેમ તેમ જવાબમાં આવેલા એક શબ્દને લઈને બીજી લાઇન બનાવી દે છે.

 

View this post on Instagram

 

A post shared by fun_ki_life (@fun_ki_life)


જેમાં સરદાર પટેલ, ટાટા-બાય બાય,પંડિત જવાહર લાલ નહેરુ, ગુલાબની ખેતી, ચીની, લંડન, જર્મની અને વર્લ્ડ વોર સુધી આખો મામલો પહોંચી જાય છે. ખાસ વાત તો એ છે કે તે આખું ગોળ ફરીને વિધાર્થી પંજાબ અને સતલજ નદીથી થઈને ડેમ સુધી પહોંચી જાય છે. આ સવાલનો જવાબ જોતા છોકરામાં ટેલેન્ટ તો દેખાય છે પરંતુ શિક્ષકને આ જવાબ ના ગમ્યો અને તેમને 0 માર્ક્સ આપ્યો.

Niraj Patel