8 મુ ભણતા વિદ્યાર્થીને રીલ બનાવવી હતી અને લેસન પૂરું કર્યું ના હોવાથી ક્લાસમાં જમીન પર બેસાડ્યો હતો, પછી ઊભો થયો જમ્પ લગાવી દીધો, વાલીઓ ચેતી જજો આ કિસ્સો વાંચીને

ગુજરાત સહિત દેશભરમાંથી આપઘાત કે પછી આપઘાતના પ્રયાસના કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર નાના બાળકો કો વિદ્યાર્થીઓ કોઇ વાતે લાગી આવતા અથવા તો કોઇના કંઇ કહી દેવાને કારણે આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ સ્કૂલના બીજા માળેથી મોતની છલાંગ લગાવી હતી અને આ સમયે સ્કૂલમાં અફરાતફરી મચી ગઇ હતી. જો કે, તાત્કાલિક વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને હાલ તેની હાલત નાજુક છે. જો કે, હાલ તો કારણ સ્પષ્ટ થયુ નથી પરંતુ પરિવારે આરોપ લગાવ્યા છે.

આ મામલો ઉત્તર પ્રદેશના અલીગઢમાંથી સામે આવ્યો છે. ગુરુવારના રોજ બન્નાદેવી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની ઈન્ગ્રાહમ સ્કૂલમાં બનેલા આ કિસ્સાનો શુક્રવારે ખુલાસો થયો હતો. મૂળ ગભાના રહેવાસી સંજીવ કુમાર સિંહ સુરક્ષા વિહાર ત્રિમૂર્તિ નગરમાં રહે છે અને ડેરી ચલાવે છે. તેમનો એકમાત્ર 14 વર્ષિય પુત્ર મયંક પ્રતાપ સિંહ ઈન્ગ્રાહમ સ્કૂલનો ધોરણ 8નો વિદ્યાર્થી છે. તે રાબેતા મુજબ શાળાએ મૂકવા ગયો હતો અને શૂન્ય પીરિયડમાં ઉર્દૂ ટીચરનો ક્લાસ ચાલી રહ્યો હતો. કોપી તપાસતી વખતે મયંકનું હોમવર્ક અધૂરું હતું અને તેને કામ પૂરું કરવાનું કહેવામાં આવ્યું,

તેમજ તેને જમીન પર પણ બેસાડવામાં આવ્યો, આ દરમિયાન અચાનક તે ક્લાસમાંથી ઉભો થયો અને ઝડપથી બહાર જઇ બીજા માળેથી કૂદી ગયો. કૂદવાને કારણે તેને માથા અને ચહેરા વગેરે પર ગંભીર ઈજાઓ થઈ હતી. આ જોઈને શાળામાં અફરા તફરી મચી ગઇ હતી. લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા. જો કે, તરત જ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો અને તેની સારવાર શરૂ કરાવવામાં આવી. શાળામાંથી સમાચાર મળતા તેના પિતા અને પરિવારજનો પણ પહોંચી ગયા હતા. જાણકારી મળતા વિસ્તારની પોલીસ પણ તપાસ માટે પહોંચી હતી.

ઈન્સ્પેક્ટર અનુસાર, કેસની તપાસ દરમિયાન બાળક પોતે શાળાના સીસીટીવીમાં કૂદતો દેખાય છે. વર્ગ શિક્ષક હોમવર્ક કરાવી રહ્યા હતા, એટલા માટે બાળક ઉભો થયો અને ભાગી ગયો. કૂદવાના કારણો અંગે તથ્યોની તપાસ કરવામાં આવી રહી છે. જો કે, પરિવાર તરફથી કોઈ લેખિત ફરિયાદ મળી નથી. આ ઘટના અંગે મયંકના પિતાએ જણાવ્યું કે, તેમને લગભગ પોણા નવ વાગ્યા આસપાસ મયંકના કૂદવાની માહિતી મળી હતી, જે બાદ તેઓ ત્યાં પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે શાળામાં રમતગમત સ્પર્ધા માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી રહી છે.

પુત્રએ ચાર-પાંચ દિવસ પહેલા કહ્યું હતું કે તે ટ્રાયલ જીતી ગયો છે અને કેટલાક વરિષ્ઠ વિદ્યાર્થીઓ અને એક શિક્ષક તેને આ અંગે ચીડવે છે. તેઓ તેને રેસમાં ભાગ લેતા અટકાવવા માંગે છે. ગુરુવારે શાળાના રમતના મેદાનમાં ફાઇનલ ટ્રાયલ ચાલી રહી હતી. જ્યારે તે ત્યાં ન પહોંચ્યો તો સ્પોર્ટ્સ ટીચરે તેના વિશે પૂછ્યું. જ્યારે એક શિક્ષક અને કેટલાક વરિષ્ઠ તેને જવા દેતા ન હતા. આ દરમિયાન તે તેમની પાસેથી છટકી ગયો અને ટ્રાયલમાં જોડાવા દોડ્યો અને સિનિયર્સ તેને રોકવા દોડ્યા. આમાં તે કોઈક રીતે ઉપરથી પડી ગયો છે. તેણે જાણી જોઈને કૂદકો માર્યો નથી.

જો કે, સામે આવેલા વીડિયોમાં મયંકના પિતા જે કહી રહ્યા છે તે જોવા મળી રહ્યુ નથી. બાળકની હાલત નાજુક છે. ડૉક્ટર 72 કલાક સુધી કંઈ કહી શકે તેવી સ્થિતિમાં નથી. ડોક્ટર્સનું કહેવું છે કે સારવાર અને મોનિટરિંગ બાદ જ ખબર પડશે. પરિવારના આરોપોને સ્કૂલ મેનેજમેન્ટે નકારી કાઢ્યા છે. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે તે કૂદવાનું કારણ શું હોઈ શકે ? શું તેને કોઈની સાથે તકરાર કે કોઈ પ્રકારનું ટેન્શન હતું. પોલીસ આ સવાલોના જવાબ શોધવામાં વ્યસ્ત છે.

ઉલ્લેખનીય છે કે, સ્કૂલના ડાયરેક્ટર અનુસાર, વિદ્યાર્થીએ થોડા દિવસો પહેલા ક્લાસમાં મિત્રો સાથે રીલ બનાવી હતી અને આ વાતની જાણ થતાં ટીચરે તેને જમીન પર બેસાડીને સજા કરી હતી. જો કે, એ જ દિવસે તેનું હોમવર્ક પણ પૂર્ણ નહોતું, જેના કારણે તે ચિંતિત હતો.

Shah Jina