ખબર

જાણો કેવી રહી તાલિબાનમાંથી 150 ભારતીયોને રેસ્ક્યુ કરવાની સફર, અસલી હીરો કમાન્ડોએ જણાવી આપવીતી

ભારતીય જવાનોએ 56 કલાક ન ખાધું પીધું અને સૂતા પણ ન હતા; તાલિબાનનો સામનો થયો તો બંદૂકો તાણી અને…

હાલ અફઘાનિસ્તાન ઉપર તાલિબાનનો કબ્જો છે,. ત્યારે આ દમિયાન અફઘાનિસ્તાનમાં ઘણા ભારતીયો પણ ફસાયા છે અને તેમના માટે પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. જેમાંથી ફસાયેલા ઘણા લોકોને ભારત સરકાર દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. આ ઓપરેશન કેવી રીતે કરવામાં આવ્યું તેની સમગ્ર જાણકારી જાણીને તમે પણ હેરાન રહી જશો.

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારિતયોને બહાર કાઢવાની જવાબદારી ભારત સરકારના આઇટીબીપીના કમાન્ડોને આપવામાં આવી હતી. આઇટીબીપીની કમાન્ડો ટીમને શિવપુરીના રવિકાંત ગૌતમ લીડ કરી રહ્યા હતા. કમાન્ડેન્ટ રવિકાંત ગૌતમે કાબુલથી ભારતીય નાગરિકોની સાથે રાજનયિકો અને આખી ટીમને સંપૂર્ણ સુરક્ષા સાથે બહાર કાઢવામાં સફળ રહ્યા.

આ બધા જ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા બાદ શિવપુરીમાં લોકોએ ઈન્ટરનેટના માધ્યમથી તેમને શુભકામનાઓ પણ આપી હતી અને ગર્વ પણ વ્યક્ત કર્યો હતો. રવિકાંત પોતાના કમાન્ડો ટિમ સાથે 150થી પણ વધારે ભારતીયોને સકુશળ લઈને હિંડન એરપોર્ટ ઉપર પરત ફર્યા. પોતાની આ સફરને વર્ણવતા મીડિયા સામે રવિકાંતે જણાવ્યું હતું કે, “ભારતીય દૂતાવાસમાં 15 ઓગસ્ટની સવારે 9 વાગ્યે સ્વતંત્રતા દિવસ મનાવાયો જ હતો

એટલામાં વિસ્ફોટના અવાજ સંભળાવા લાગ્યા. તાલિબાનો અમારાથી માત્ર 50 મી. દૂર હતા. અમને ખબર હતી કે તેઓ કાબુલ તરફ આગળ વધી રહ્યા છે. અમારાં 2 વિમાન કાબુલ એરબેઝ પર હતાં. અમે 46 લોકોની પ્રથમ ટુકડી દૂતાવાસથી એરપોર્ટ સુરક્ષિત રીતે પહોંચાડી દીધી, પણ બીજી ટુકડી માટે અમારે ભારતીયોને શહેરનાં જુદાં-જુદાં સ્થળોએથી લિફ્ટ કરવા પડ્યા.”

તેમને આગળ જણાવ્યું કે, ” બીજી ટુકડીમાં હું, રાજદૂત, 99 કમાન્ડો, 3 મહિલા અને દૂતાવાસનો સ્ટાફ સામેલ હતા. અમે 15 ઓગસ્ટની સાંજે જ એરપોર્ટ જવા નીકળ્યા, પણ ન પહોંચી શક્યા. એક ચેક પોઇન્ટ પર તો હથિયારબંધ જૂથ સાથે ઝપાઝપી થઇ ગઇ. તેમણે હવામાં ફાયરિંગ કર્યું, રોકેટ લૉન્ચર કાઢ્યાં. અમે પણ હથિયારો તાણ્યાં. લાગ્યું કે આજે તો શહીદ થઇશું કે એરબેઝ પર પહોંચીશું પણ થોડી વાર પછી સ્થિતિ બદલાઇ. અમે પણ વલણ બદલ્યું. અમારે લડાઇ નહોતી લડવાની, આપણા લોકોને હેમખેમ લાવવાના હતા. લડાઇ થઇ હોત તો જાનહાનિ થઇ હોત. પછી અમે દૂતાવાસ ખાતે પાછા આવી ગયા.”

પોતાના નજરે જોયેલી આ ઘટનાને વર્ણવતા તેઓ જણાવે છે કે, ” 16 ઓગસ્ટની સાંજ સુધીમાં 4 વખત નીકળવાનો પ્રયાસ કર્યો પણ દરેક જગ્યાએ હથિયારધારી તાલિબાનો હતો. દૂતાવાસથી એરપોર્ટ 15 કિ.મી. દૂર છે. છેવટે નક્કી કરી લીધું કે જે થશે એ જોયું જશે. રાત્રે 10.30 વાગ્યે ફરી એરબેઝ માટે રવાના થયા.

હથિયારધારીઓને થાપ આપતાં મોડી રાત્રે 3.30 વાગ્યે એરબેઝ પર પહોંચ્યા ત્યારે રાહતનો શ્વાસ લીધો. આપણા સી-17 વિમાને સવારે 5.30 વાગ્યે ઉડાન ભરી અને સવારે 11.15 વાગ્યે ગુજરાતમાં લેન્ડિંગ કર્યું. ત્યાં અમારું જોરદાર સ્વાગત થયું. એ પછી અમને હિન્દન એરબેઝ લઇ જવાયા. 56 કલાકના આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કોઈ સૂતું નહોતું કે કોઈએ કંઈ ખાધું પણ નહોતું.”