ગંદા બીભત્સ રેકેટ, પૈસા અને દગો…4 વર્ષમાં 30 કરોડ બનાવનાર યુવતીની સ્ટોરી વાંચીને કહેશો આને જલ્દી ફાંસીએ લટકાવો 

આ સ્વરૂપવાન મહિલાની કાતિલ નજરથી કોઈ ના બચી શકે, રંગરેઇલયો ખુબ મનાવતી, આ મહિલા કમાતી કરોડો રૂપિયા, 4 વર્ષમાં 30 કરોડ રૂપિયાની સંપત્તિ ભેગી કરી

ઓડિશાના કાલાહાંડી જિલ્લાની રહેવાવાળી આ બ્લેકમેલર છોકરીની કહાની કોઇ ફિલ્મથી કમ નથી. એક ગરબી પરિવારથી સંબંધ ધરાવનાર અર્ચના નાગ પાસે આજે લક્ઝરી ગાડીઓ, ઘણા હાઇ બ્રીડ ડોગ, સફેદ ઘોડા અને એક મહલનુમા ઘર છે. છેલ્લા કેટલાક દિવસ પહેલા જબરદસ્તી વસૂલીના આરોપમાં ધરપકડ થયેલ અર્ચનાની કહાની એટલી દિલચસ્પ છે કે એક ઉડિયા ફિલ્મ નિર્માતા હવે તેના જીવન પર એક ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે.

પોલિસ રેકોર્ડમાં 26 વર્ષિય આ છોકરીને એક બ્લેકમેલર કરાર આપવામાં આવ્યો છે. અર્ચનાએ ઘણા રાજનેતાઓ, વેપારીઓ અને ફિલ્મ નિર્માતા જેવા અમીર અને પ્રભાવશાળી લોકોને હનીટ્રેપમાં ફસાવ્યા છે અને વીડિયો સાર્વજનિક કરવાની ધમકી આપી પૈસા નીકાળાવ્યા છે. કાલાહાંડીના લાંજીગઢમાં જન્મેલી અર્ચનાનું પાલન પોષણ તે જિલ્લાના કેસિંગમાં થયુ, જ્યાં તેની માતા કામ કરતી હતી. અર્ચના શરૂઆતમાં એક પ્રાઇવેટ સિક્યોરિટી ફર્મ માટે કામ કરતી હતી

અને બાદમાં તે એક બ્યુટી પાર્લરમાં કામ કરવા લાગી. અહીં તેની મુલાકાત બાલાસોર જિલ્લાના જગબંધુ ચંદ સાથે થઇ. વર્ષ 2018માં બંનેએ લગ્ન કરી લીધા. આરોપ છે કે બ્યુટી પાર્લરમાં કામ કરતા તેણે રેકેટ ચલાવ્યુ. અર્ચનાનો પતિ જગબંધુ સેકન્ડ હેન્ડ કારનો શો રૂમ ચલાવતો હતો. તેની ઘણા રાજનેતાઓ, બિલ્ડરો, વેપારીઓ અને પૈસાવાળા સાથે ઓળખાણ હતી. કેટલાક વિધાયકો સહિત પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે તેની અને અર્ચનાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ,

જેનાથી રાજયભરમાં હંગામો થઇ રહ્યો છે. અર્ચનાએ અમીર અને પ્રભાવશાળી લોકો સાથે મિત્રતા કરી અને પોલિસે દાવો કર્યો કે તેણે આ શક્તિશાળી વ્યક્તિઓની અતરંગ તસવીરો લીધી અને બાદમાં તેઓને પૈસા માટે બ્લેકમેઇલ કર્યા. નયાપલ્લી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં એક ફિલ્મ નિર્માતાએ આરોપ લગાવ્યો છે કે અર્ચનાએ અન્ય ઘણી છોકરીઓ સાથે તેની તસવીરો બતાવ્યા બાદ તેની પાસેથી 3 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. અર્ચના પર રેકેટમાં તેનો ઉપયોગ કરવાનો આરોપ મૂકનાર

છોકરીની ફરિયાદના આધારે 6 ઓક્ટોબરે તેની ધરપકડ કરવામાં આવી હતી. ઓડિયા ફિલ્મ નિર્માતા શ્રીધર માર્થાએ કહ્યું કે તેઓ અર્ચનાના જીવન પર એક ફીચર ફિલ્મ બનાવવાની યોજના ધરાવે છે. પોલીસે હવે આર્થિક અપરાધ શાખાને અર્ચના બ્લેકમેલિંગ કેસ સાથે સંબંધિત નાણાકીય મુદ્દાઓની તપાસ કરવા વિનંતી કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દંપતીએ 2018 થી 2022 સુધીના માત્ર ચાર વર્ષમાં 30 કરોડ રૂપિયાની સંપત્તિ મેળવી છે.

Shah Jina