વિશ્વભરમાં પ્રચલિત એવા 32 વર્ષના ભારતીય સ્ટેન્ડઅપ કોમેડિયનનું અકાળે થયું નિધન, થોડા દિવસ પહેલા જ ઉજવ્યો હતો જન્મદિવસ

સ્ટેન્ડઅપ કોમેડિયન નીલ નંદાનું થયું નિધન, 32 વર્ષની ઉંમરમાં દુનિયાને કહ્યું અલવિદા

standup comedian Neil Nanda passed away : મનોરંજન જગતમાંથી એક તરફ ખુશી ભરેલી ખબરો આવી રહી છે, તો બીજી તરફ કેટલીક દુઃખદ ખબરો પણ સામે આવતી હોય છે, કેટલાક કલાકારો અકાળે આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે, ત્યારે હાલ વધુ એક ખબરે ચાહકોના હોશ ઉડાવ્યા છે અને તેમને શોકમાં ગરકાવ કરી દીધા છે. 32 વર્ષના ખ્યાતનામ સ્ટેન્ડઅપ કોમેડીયન નીલ નંદાનું નિધન થતા જ ચાહકોને ઊંડો આઘાત લાગ્યો છે. નીલનું નિધન ક્યાં કારણોસર થયું તેના વિશેની હજુ કોઈ માહિતી સામે આવી નથી.

મેનેજરે આપી મોતની માહિતી :

નીલના મૃત્યુની માહિતી તેના મેનેજર ગ્રેગ વાઈસે આપી હતી. 24 ડિસેમ્બરે એક નિવેદન આપતાં તેમણે કહ્યું કે “તેમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે 11 વર્ષથી મારા ક્લાયન્ટ રહેલા નીલ નંદાનું નિધન થઈ ગયું છે.” તમને જણાવી દઈએ કે નીલ ભારતીય મૂળનો હતો અને લોસ એન્જલસમાં રહેતો હતો. તેને કોમેડી કરવાનો ઘણો શોખ હતો, તેથી જ તેણે તેને પોતાનો વ્યવસાય બનાવી લીધો. તેના કોમેડી વીડિયોને લોકોએ ખૂબ પસંદ કર્યો.

ચાહકોમાં ફેલાયો શોક :

નીલના મૃત્યુના સમાચારથી તેના ચાહકો અને મિત્રો ખૂબ જ દુખી છે અને સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. દરેક વ્યક્તિ અશ્રુભીની આંખો સાથે નીલને વિદાય આપી રહી છે. નીલને આટલી નાની ઉંમરે એવું શું થયું કે તેણે આ દુનિયા છોડી દીધી તે જાણવા માટે દરેક વ્યક્તિ ઉત્સુક છે. નીલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ઈન્સ્ટાગ્રામ પર તેને 1 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તે જ સમયે, નીલની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે, જેના હાલમાં ફક્ત 7 હજાર સબસ્ક્રાઇબર્સ છે. તે અહીં તેના સ્ટેન્ડ અપ વીડિયો અપલોડ કરતો હતો.

થોડા દિવસ પહેલા જ ઉજવ્યો હતો જન્મ દિવસ :

સ્ટેન્ડઅપ કોમેડીયને તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો. નંદા જીમી કિમેલ લાઈવના લેટ નાઈટ ટોક શોમાં તેના 5 મિનિટના સેટ માટે જાણીતો છે. આ સિવાય તે એડમ ડિવાઈન્સ હાઉસ પાર્ટી, ફ્લોપહાઉસ અને કમિંગ ટુ ધ સ્ટેજમાં પણ જોવા મળ્યો છે. આ સિવાય નંદા અનસેસરી એવિલ નામનો સાપ્તાહિક શો ચલાવતો હતો. લોસ એન્જલસના વેસ્ટ સાઇડ કોમેડી થિયેટરમાં તેનો શો ખૂબ જ લોકપ્રિય હતો.

 

View this post on Instagram

 

A post shared by Standup Journal (@standup.journal)

Niraj Patel