ટ્વીટર ઉપર થઇ મિત્રતા, વીડિયો કોલમાં થઇ ગયો પ્રેમ, આ દેશી યુવકને મળી ગઈ વિદેશી યુવતી અને કરી લીધા લગ્ન, ખુબ જ રોમાંચક છે કહાની

એવું કહેવાય છે કે પ્રેમ કોને ક્યાં અને ક્યારે થઇ જાય તેની કોઈને ખબર નથી હોતી, વળી આજે તો જમાનો એટલો આધુનિક બની ગયો છે કે ઘરના કોઈ ખૂણામાં બેઠા બેઠા જ આપણે દુનિયા સાથે જોડાઈ શકીએ છીએ. સોશિયલ મીડિયાના પ્રતાપે આજે પ્રેમ પણ દૂર બેઠેલી કોઈ વ્યક્તિ સાથે થઇ શકે છે, જેના ઘણા ઉદાહરણો આપણી આસપાસ મળી જશે.

આવી જ એક લવ સ્ટોરી છે ગોવિંદ અને હંસનીની. જેમની વર્ષ 2015માં ટ્વીટર દ્વારા મિત્રતા થઇ અને ધીમે ધીમે બંને વચ્ચે મેસેજમાં વાતચીત થવા લાગી જેના બાદ વીડિયો કોલમ પણ બંને વાત કરવા લાગ્યા અને તેના બાદ વર્ષ 2017માં બંને પહેલીવાર મળ્યા જેના બાદ 10 ફેબ્રુઆરી 2019ના રોજ બન્ને લગ્નના બંધનમાં પણ બંધાઈ ગયા.

આ સમગ્ર મામલો મધ્ય પ્રદેશના મંદસૌરનો છે. જ્યાં મંદસૌરના ગામ કૂંચડોદમાં રહેવા વાળા યુવક ગોવિંદ માહેશ્વરીને શ્રીલંકામાં રહેવા વાળી હંસીની એદિરિસિંઘે સાથે ઓનલાઇન થયેલો પ્રેમ લગ્નમાં લગ્નમાં પરિણમ્યો.

શ્રીલંકામાં રહેવા વાળી હંસીનીએ ભારતમાં આવીને ગોવિદ સાથે લગ્ન કર્યા. તો આ પ્રેમ કહાની અને લગ્ન ઉપર બંને દુલ્હા-દુલ્હનનું કહેવું છે કે મારી દીકરી ભારતમાં અભ્યાસ માટે આવી હતી અને બંને એકબીજાને પહેલાથી જ ઓળખતા હતા. તેમને એમ પણ જણાવ્યું કે આ લગ્ન માટે તેમને પહેલા ના પાડી દીધી હતી.

પરંતુ પછી ગોવિદ તેમને શ્રીલંકા મળવા માટે આવ્યો અને તેના મળ્યા બાદ મેં લગ્ન માટે હા કરી દીધી.  હું ખુબ જ ખુશ છું. સાથે એ પણ કહેવા માંગુ છું કે મધ્ય પ્રદેશના લોકો બહુ જ સારા અને સભ્ય હોય છે. તમને  જણાવી દઈએ કે હંસીનીના પિતા શ્રીલંકાની સુપ્રીમ કોર્ટના વકીલ છે. જયારે તેની માતા પ્રોફેસર છે. તો ગોવિદના પિતા રામાનુજ માહેશ્વરી ખેડૂત છે અને એક જનરલ સ્ટોર ચલાવે છે.

Niraj Patel