આવી ચાલાક ખિસકોલી ક્યારેય નહિ જોઈ હોય જેને એટલી બધી અખરોટ સંતાડી કે માલિકે 42 બાલ્ટીઓ ભરીને બહાર કાઢી

નાની એવી ખિસકોલીએ કરી નાખ્યો મોટો કાંડ, જોઈને તમે પણ હેરાન રહી જશો !

મનુષ્યો પોતાની જાતને ખુબ જ ચાલાક માનતા હોય છે, ઘણા લોકો બીજા લોકોને ઉલ્લુ બનાવવામાં પણ માહેર હોય છે. પરંતુ ઘણા એવા પ્રાણીઓ પણ છે જે તેમની ચાલાકી માટે જાણીતા છે. હાલ એવી જ એક ચાલાક ખિસકોલીની ચર્ચાઓ ચાલી રહી છે, જેની ચાલાકી જોઈને ઇન્ટરનેટ ઉપર લોકો પણ હેરાનીમાં મુકાઈ ગયા છે.

આમ તો ખિસકોલી ખુબ જ પ્રેમાળ દેખાય ચેહ પરંતુ તેની હરકતો ઘણીવાર પસંદ નથી આવતી. તમારા ઘરમાં પણ ઘણીવાર ખિસકોલી દ્વારા એવી હરકત કરવામાં આવે કે તમને પણ ગુસ્સો આવી જાય. હાલ આવું જ કંઈક અમેરિકાના નોર્થ ડકોટાના રહેવા વાળા એક વ્યક્તિ સાથે બન્યું છે. આ વ્યક્તિની ગાડીમાં ખિસકોલીએ એટલી બધી અખરોટ સંતાડી દીધી કે તેને બહાર કાઢતા કાઢતા કાર માલિકને પરસેવો પડી ગયો.

આ વ્યક્તિને ઘણા સમયથી પોતાની ગાડીને અખરોટના ઝાડની નીચે પાર્ક કરી હતી. પરંતુ જયારે તેમને પોતાની કારનું બોનેટ ખોલ્યું તો તેની અંદરનો નજારો જોઈને તે હેરાન રહી ગયા. તેમની ગાડીના બોનેટનો એન્જીન વાળો આખો જ ભાગ અખરોટથી ભરાયેલો હતો. જેના બાદ તેમને બાલ્ટીઓ ભરી ભરી અને અખરોટને બહાર કાઢવી પડી.

કારના માલિકે જણાવ્યું કે કારના એક એક ખૂણાની અંદર અખરોટ ભરેલા પડ્યા હતા, રેડિયેટરના પંખામાં પણ અખરોટ હતા. તે કેમ્પીંગ ઉપર જવાની તૈયારી કરી રહ્યા હતા. તેમને ઘણી બાલ્ટીઓ ભરી અને અખરોટ બહાર કાઢી. તેમને વિશ્વાસ છે કે આ કામ ખિસકોલીએ જ કર્યું છે. જે ઝાડ ઉપરથી અખરોટ તોડીને લાવતી હતી અને પછી તેમની ગાડીમાં સંતાડી દેતી હતી. કારમાંથી અત્યારસુધી 42 બાલ્ટી અખરોટ નીકળી ચુકી છે. તે છતાં પણ તેમને લાગી રહ્યું છે કે કારમાં હજુ પણ અખરોટ ભરાયેલી છે.

Niraj Patel