અભિનેતા મખલાન બાદ હવે આ ખ્યાતનામ અભિનેતાએ માત્ર 37 વર્ષની ઉંમરમાં દુનિયાને કહ્યું અલવિદા, આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ધણધણી ઉઠી

ફિલ્મ અને ટીવી જગતમાંથી એક પછી એક દુઃખદ ખબરો સામે આવતી રહે છે, થોડા દિવસ પહેલા જ “ભાભીજી ઘરપે હે”માં મખલાનનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા દીપેશ ભાનનું કરીએક્ત રમતા જ અચાનક ઢળી પડવાના કારણે નિધન થયું હતું, જેના બાદ આજે સવારે અભિનેતા રસિક દવેના નિધની ખબર સામે આવી, ત્યારે હવે વધુ એક ખબરે ચાહકોના જીવ અધ્ધર કરી દીધા છે.

કેરળના યુવા અભિનેતા સરથ ચંદ્રન શુક્રવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા. અભિનેતાના મૃત્યુનું કારણ શું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ આ સમાચાર પછી સિનેમા જગતમાં ચોક્કસપણે મૌન છવાઈ ગયું છે. 37 વર્ષીય સરથ ચંદ્રને ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગ બતાવી છે. આવી સ્થિતિમાં અચાનક આવેલા આ સમાચારથી ચાહકોનું દિલ તૂટી ગયું છે.

37 વર્ષીય અભિનેતા સરથ ચંદ્રન તેની ફિલ્મ ‘અંગમાલી ડાયરીઝ’ થી પ્રખ્યાત થયો હતો. આ ઉપરાંત અન્ય પ્રખ્યાત ફિલ્મોમાં ‘કુડે’, ‘ઓરુ મેક્સિકન અપરથા’નો સમાવેશ થાય છે. સરથ ચંદ્રનના નિધનના સમાચાર બાદ સોશિયલ મીડિયા પર તેમના ચાહકો તેમને ભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અભિનેતા એન્ટોની વર્ગીસએ ‘અંગમાલી ડાયરીઝ’માંથી સરથ ચંદ્રનની એક તસવીર શેર કરી અને અભિનેતાને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ લખી – ‘RIP ભાઈ.’

કોચીના રહેવાસી, સરથ ચંદ્રને ફિલ્મોમાં કામ કરતા પહેલા ઘણો સંઘર્ષ કર્યો હતો. એક્ટિંગ પહેલા સરથ એક આઈટી ફર્મમાં કામ કરતો હતો. આઈટી ફર્મમાં કામ કરવાની સાથે સાથે ડબિંગ આર્ટિસ્ટ તરીકે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેણે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ ‘અનિસ્યા’થી કરી હતી.

અભિનેતા સાર્થ ચંદ્રને  છેલ્લે 2017ની મલયાલમ એક્શન-ડ્રામા ફિલ્મ અંગમાલી ડાયરીઝમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું નિર્દેશન લિજો જોસ પેલીસેરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં એન્ટોની વર્ગીસ, રેશ્મા રાજન અને બિન્ની રિંકે બેન્જામિન પણ હતા. ત્યારે હહવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક પછી એક નિધનની ખબરથી ચાહકોમાં પણ શોકનો માહોલ છે.

Niraj Patel