સૌરવ ગાંગુલીની કારને નડ્યો અકસ્માત, માંડ-માંડ બચ્યા ભૂતપૂર્વ કેપ્ટન- અચાનક આવી ગઇ ટ્રક અને પછી…

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી માંડ માંડ બચ્યા. તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત ત્યારે થયો જ્યારે તેઓ બર્ધમાનમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ ઘટના ગુરુવારે દુર્ગાપુર એક્સપ્રેસ વે પર દંતનપુર નજીક બની હતી. અચાનક એક ટ્રક તેમના કાફલાની સામે આવી ગઇ, જેના કારણે તેમના ડ્રાઇવરે અચાનક બ્રેક લગાવી.

આ કારણે પાછળથી આવી રહેલા વાહનો એકબીજા સાથે અથડાયા અને તેમાંથી એક વાહન સૌરવ ગાંગુલીની કાર સાથે અથડાયું. સદનસીબે, આ અકસ્માતમાં સૌરવ ગાંગુલી અને તેમના કાફલામાં કોઈને ઈજા થઈ નથી. પરંતુ ગાંગુલીના કાફલાના બે વાહનોને નુકસાન થયું હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ સૌરવ ગાંગુલીને લગભગ 10 મિનિટ સુધી રસ્તા પર રાહ જોવી પડી હતી, ત્યારબાદ તેઓ કાર્યક્રમ માટે રવાના થયા હતી.

જણાવી દઈએ કે સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ભૂતપૂર્વ પ્રમુખ છે. તેમને ભારતીય ક્રિકેટના સૌથી આક્રમક અને પ્રભાવશાળી કેપ્ટનોમાંના એક ગણવામાં આવે છે. તેમની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે વિદેશમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ઘણી ઐતિહાસિક જીત નોંધાવી.

Shah Jina