ગરીબોના મસીહા સોનુ સુદે પોતાના માટે ખરીદી અધધધ કરોડની BMW, ફીચર્સ જાણીને તો તમારા પણ હોંશ ઉડી જશે, જુઓ તસવીરો

અધધધધ કરોડ નાખીએ તો કારમાં કેવા કેવા ફીચર મળે, જાણો બધું જ આર્ટિકલમાં….

બોલીવુડના કલાકારોની લાઈફ સ્ટાઇલ જ કંઈક હટકે હોય છે, તેમના આલીશાન ઘર અને લક્ઝુરિયસ કાર જોઈને ચાહકો પણ ખુશ ખુશાલ થઇ જતા હોય છે, જો તે કોઈ નવી કાર ખરીદે તો તેની ખબર પણ સોશિયલ મીડિયામાં જંગલની આગની જેમ ફેલાઈ જતી હોય છે અને ચાહકો પણ તેમને શુભકામનાઓ આપવામાં કોઈ કસર નથી છોડતા ત્યારે હાલ લોકડાઉનમાં ગરીબોના મસીહા બની ગયેલા અભિનેતા સોનુ સુદે પણ પોતાના માટે એક શાનદાર લક્ઝુરિયસ કાર ખરીદી છે.

અભિનેતા સોનુ સુદ પોતાના ઘરે નવી ચમચમાતી લક્ઝુરિયસ BMW 7 સિરીઝ કાર લઇ આવ્યો છે. આ કાર અદ્યતન ફીચર્સથી લેસ છે અને જો તેની કિંમતની વાત કરવામાં આવે તો આ લક્ઝુરિયસ કારની કિંમત 1.7 કરોડ રૂપિયા છે. સોનુ સુદે તેના સોશિયલ મીડિયામાં આ કાર સાથેની કેટલીક તસવીરો પણ શેર કરી છે, જે હાલ ખુબ જ વાયરલ થઇ રહી છે. તસ્વીરોમાં સોનુ કાર સામે ઉભા રહીને અલગ અલગ સ્ટાઇલમાં પોઝ આપી રહ્યો છે.

સામે આવેલી તસીવીરોમાં સોનુ બ્રાઉન ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં નજર આવી રહ્યો છે. આ સાથે જ અભિનેતાએ કાળા ચશ્મા પણ પહેર્યા છે. સોનુ સ્ટાઈલિશ અંદાજમાં ગાડી સાથે પોઝ આપી રહ્યો છે. સોનુ સુદે BMW 7 સિરીઝનું 740 Li M Sport વેરિએન્ટ લીધુ છે. આ કારનું રજીસ્ટ્રેશન શક્તિ સાગર પ્રોડક્શનના નામ પર કરવામાં આવ્યું છે. જેનો માલિક ખુદ સોનુ સુદ છે. કારની તસવીરો સામે આવ્યા બાદ નવી કાર માટે ચાહકો પણ મોટી સંખ્યામાં શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

આ શાનદાર BMW 7 સિરીઝ ફુલ્લી ડીઝીટલ ઇન્ટુમેન્ટ ક્લસ્ટર, લેધર સીટ કવર, ઇલેક્ટ્રિક સનરૂફ, 4 જોન ક્લાઈમેટ કંટ્રોલ, ઇલેક્ટ્રિક્લી એડજસ્ટેબલ સીટ, ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન, પેડલ શિફ્ટર્સ, રિયર સીટ એન્ટરટેટમેન્ટ સ્ક્રીન, રીમોર્ટ કંટ્રોલ પાર્કિંગ, સીટો માટે મસાજર ફંક્શન જેવી ખાસ સુવિધાઓથી સજ્જ છે. 740 Li M Sport વરિએન્ટમાં 3.0 લીટર ટ્વીન ટર્બો ઇનલાઇન 6 સિલેન્ડર પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. જે 333bhp અને 450mmનો પીક ટાર્ક જનરેટ કરે છે તેને 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યા છે.

Niraj Patel