ગઝલ સમ્રાટ પંકજ ઉધાસ થયા પંચતત્ત્વમાં વિલીન, અંતિમ વિદાય આપવા પહોંચેલ સોનુ નિગમ થયો ભાવુક

પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ હવે આ દુનિયામાં નથી રહ્યા. પોતાના અવાજથી લાખો દિલો પર રાજ કરતા પંકજ ઉધાસ પંચતત્ત્વમાં વિલીન થઇ ગયા છે. 26 ફેબ્રુઆરીના રોજ તેમનું નિધન થયુ હતુ અને તે બાદ 27 ફેબ્રુઆરીએ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પંકજ ઉધાસના અંતિમ દર્શને અને અંતિમ વિદાય માટે ઘણા સેલેબ્સ મુંબઈમાં તેમના ઘરે પહોંચ્યા હતા.

સિંગર શંકર મહાદેવન, પ્રસિદ્ધ તબલાવાદક ઝાકિર હુસૈન તેમજ સોનુ નિગમ સહિત ઘણા સેલેબ્સ પંકજ ઉધાસને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. પંકજ ઉધાસના અંતિમ દર્શન માટે સુનીલ ગાવસ્કર પણ સ્મશાનભૂમિ પહોંચ્યા હતા. જો કે, પંકજ ઉધાસના અંતિમ સંસ્કાર સમયે સોનુ નિગમ ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો. ગત રોજ સિંગરના નિધનની ખબર બાદ તેણે એક પોસ્ટ શેર કરી પોતાનું દુખ વ્યક્ત કર્યુ હતુ.

તેણે લખ્યું હતુ કે- મારા બાળપણનો સૌથી મહત્વપૂર્ણ ભાગ આજે ખોવાઈ ગયો, પંકજ ઉધાજી, હું તમને હંમેશા યાદ કરીશ. તમે હવે નથી એ જાણીને મારું હૃદય રડે છે. ત્યાં હોવા બદલ આપનો આભાર, શાંતિ. પંકજ ઉધાસના અંતિમ સંસ્કારમાં વિશાલ ભારદ્વાજ, રેખા ભારદ્વાજ, સલીમ સુલેમાન ફેમ સુલેમાન, વિદ્યા બાલન, અનુપ જલોટાએ પણ હાજરી આપી હતી. પંકજ ઉધાસના અંતિમ સંસ્કાર દરમિયાન ઈન્ડસ્ટ્રીના લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Shah Jina