...
   

અનિલ કપૂરના ઘરમાં ગુંજી કિલકારીઓ, દીકરી સોનમ કપૂર બની ગઈ માતા, જુઓ દીકરો જન્મ્યો કે દીકરી

બોલીવુડના કલાકારો તેમની લાઇફસ્ટાઇલને લઈને અને અંગત જીવનને લઇને ઘણા ચર્ચામાં રહે છે, છેલ્લા થોડા સમયથી અભિનેત્રી સોનમ કપૂર પણ તેની પ્રેગ્નેન્સીને લઈને ઘણી ચર્ચામાં હતી, બેબી બમ્પ સાથેની તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી હતી, ત્યારે હવે ખબર આવી રહી છે કે સોનમ કપૂર માતા બની ગઈ છે અને તેના પિતા અનિલ કપૂર નાના.

મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેત્રી સોનમ કપૂરે આજે એટલે કે 20 ઓગસ્ટ 2022ના રોજ પુત્રને જન્મ આપ્યો છે. લાંબા સમયથી તેની ડિલિવરી અંગે ચર્ચા ચાલી રહી હતી. આ વાત રણબીર કપૂરની માતા અભિનેત્રી નીતુ કપૂરે શેર કરી છે. તેણે એક પોસ્ટ મૂકી છે, જે સોનમ અને આનંદની છે.

એક મહિના પહેલા બેબી શાવરનો પ્લાન કેન્સલ થયા બાદ સોનમ કપૂર તેની બહેનના ઘરે પહોંચી હતી. આ દરમિયાન સોનમે મીડિયા સામે ઘણા પોઝ પણ આપ્યા હતા. સોનમના બેબી શાવર માટે તેનો પરિવાર અને નજીકના મિત્રો ઘણા એક્સાઇટેડ હતા, પરંતુ તે કેન્સલ થવાની ખબરો જ્યારે સામે આવી ત્યારે ચાહકો હેરાન રહી ગયા હતા. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, કોરોનાના વધતા કેસને કારણે સોનમ કપૂર અને આનંદ આહૂજા પોતાના થવાવાળા બેબીને લઇને કોઇ રિસ્ક લેવા માંગતા ન હતા. જેને કારણે તેમણે બેબી શાવર કેન્સલ કરી દીધો.

બેબી શાવર કેન્સલ કર્યા બાદ સોનમ અને આનંદ રિહા કપૂરના ઘરે પહોંચ્યા હતા. રિહાના ઘરે ઘણા સેલિબ્રટિઝ પહોંચ્યા હતા, જેમાંથી અત્યાર સુધી ફરાહ ખાનનું નામ સામે આવ્યુ છે. આ દરમિયાનના સોનમના લુકની વાત કરીએ તો, સોનમ ઓલ બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. સાઇડ કટ બ્લેક ડ્રેસ સાથે તેણે મેચિંગ ઓપન શર્ટ કેરી કર્યો હતો અને આ સાથે તેણે શુઝ પણ બ્લેક કેરી કર્યા હતા અને ગોગલ્સ પણ બ્લેક જ પહેર્યા હતા. પતિ સાથે તેણે કેમેરામાં ઘણા પોઝ પણ આપ્યા હતા અને આ સાથે તે તેના બેબી બંપને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કરીને સોનમે જણાવ્યું કે તે તેના પતિ આનંદ આહુજાને કેટલી મિસ કરી રહી છે. પોસ્ટ શેર કરતા સોનમે લખ્યું- ‘Missing my favourite person’. સોનમના આ ફોટા પર પતિ આનંદે પણ કમેન્ટ કરી અને સોનમને સૌથી આરાધ્ય ગણાવી. આનંદે લખ્યું- ‘ક્યૂટેસ્ટ ક્યુટી પાઇ’. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનમ અત્યાર સુધી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે. તેણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ સાંવરિયાથી કરી હતી.

‘ભાગ મિલ્ખા ભાગ’ ફિલ્મમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. બીજી તરફ તેના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો તેની પાસે બ્લાઈન્ડ ફિલ્મ છે જેમાં તેની સાથે પુરબ કોહલી, વિનય પાઠક, લિલેટ દુબે જોવા મળશે. સોનમ છેલ્લે એકે વર્સેસ એકેમાં જોવા મળી હતી. આ પહેલા તેણે ધ ઝોયા ફેક્ટરમાં કામ કર્યુ હતુ. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ ગઇ હતી.

Niraj Patel