સોનાલી ફોગાટની દીકરીએ આપ્યો માતાની અર્થીને કાંધો, પાર્થિવ દેહ જોતા જ ચીસ પાડી ઉઠી હતી, રડતા રડતા આપી મુખાગ્નિ, જુઓ તસવીરો

સોનાલી ફોગાટના નિધન બાદ આજે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેના અંતિમ સંસ્કારની ઘણી તસવીરો પણ સામે આવી રહી છે, જેમાં સોનાલીની દીકરી યશોધરા માતાની અંર્થીને કાંધો આપતા જોવા મળી રહી છે, સાથે જ માતાના પાર્થિવ દેહને જોઈને 15 વર્ષની દીકરી યશોધરા ચીસ પાડી ઉઠે છે. થોડા વર્ષો પહેલા યશોધરાએ પિતા ગુમાવ્યા અને હવે માતા, જેના કારણે તેના દુઃખની કોઈ સીમા નથી.

સોનાલીના અંતિમ સંસ્કારની તસવીરો જોનારા દરેકની આંખોમાં આંસુ આવી ગયા. તેની દીકરી સોનાલીનો મૃતદેહ જોતાં જ તે રડવા લાગી હતી. યશોધરા તેના મામાને ગળે લગાવીને રડતી રહી. સોનાલી ફોગાટની દીકરીએ તેની માતાની અર્થીને ખભા પર લીધી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર દરેક લોકો ભાવુક થઈ ગયા. એટલું જ નહીં, યશોધરાએ તેના પિતરાઈ ભાઈ સાથે મળીને માતાને મુખાગ્નિ પણ આપી.

સોનાલીના અંતિમ દર્શન માટે મૃતદેહને ધુન્દૂર ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યો હતો.  ઋષિ નગર સ્થિત સ્મશાનગૃહમાં સવારે 11 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સોનાલી ફોગાટનો મૃતદેહ ગુરુવારે રાત્રે લગભગ 11.45 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર એર એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવ્યો હતો.

સોનાલીનો મૃતદેહ બપોરે 2.30 વાગ્યે હિસાર પહોંચ્યો હતો. જે બાદ સોનાલીનો મૃતદેહ હિસાર સિવિલ હોસ્પિટલના મોર્ચરી હાઉસમાં રાખવામાં આવ્યો. સોનાલીના પરિવારજનો મૃતદેહ લેવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પહેલા મૃતદેહને અહીંથી સોનાલીના ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

આ દરમિયાન સોનાલીની એકમાત્ર દીકરી યશોધરાએ તેના મૃતદેહને કાંધો આપ્યો. સન્માનના ચિહ્ન તરીકે સોનાલીના શરીર પર ભાજપનો ધ્વજ લગાવવામાં આવ્યો હતો. સોનાલી 23 ઓગસ્ટની સવારે ગોવાના એક રિસોર્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. અગાઉ એવું કહેવાતું હતું કે સોનાલીનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. જો કે પરિવારના આરોપો બાદ આ કેસમાં નવો વળાંક આવ્યો છે.

Niraj Patel