માતાને બચાવવા માટે દીકરાએ લગાવી દીધો પોતાનો જીવ, કૂવામાં લગાવી મોતની છલાંગ પરંતુ કિસ્મતે ના આપ્યો સાથ

દીકરાએ ચૂકવ્યુ દૂધનું દેવું, માતાને બચાવવા માટે એકનો એક દીકરો કૂવામાં લગાવી છલાંગ, છેલ્લે થયું દુઃખદ મોત

ઘણીવાર ગુજરાત સહિત દેશભરમાંથી એવા એવા કિસ્સા સામે આવતા હોય છે કે જે સાંભળી આપણે પણ ચોંકી ઉઠીએ. હાલમાં જ એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 60 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયેલી માતાને બચાવવા પુત્રએ પણ છલાંગ લગાવી દીધી. પાણીમાં ડૂબી જવાથી માતા અને પુત્રના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કુવામાંથી પાણી કાઢતા સમયે મહિલાનો પગ લપસી ગયો અને તે કૂવામાં પડી ગઈ. આ અકસ્માત રવિવારે સવારે થયો હતો. પોલીસે મૃતદેહોને હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે. આ અકસ્માતમાં સોના દેવી અને તેમના પુત્ર ગિર્રાજ પ્રસાદનું મોત થયુ.

રવિવારે સવારે માતા-પુત્ર ઘરની બાજુમાં આવેલા ખેતરમાં સરસવના પાકની કાપણી કરી રહ્યા હતા. સવારે સાડા દસ વાગ્યાના સુમારે સોના દેવી પીવા માટે કૂવામાંથી પાણી લેવા ગયા હતા. કૂવામાંથી પાણી ખેંચતી વખતે અચાનક તેનો પગ લપસી ગયો અને તે કૂવામાં પડી ગયા. માતાના રડવાનો અવાજ સાંભળીને પુત્ર ત્યાં પહોંચ્યો અને માતાને બચાવવા કૂવામાં કૂદી પડ્યો. પોલીસે જણાવ્યું કે કૂવો 60 ફૂટ ઊંડો હતો. માતાને ડૂબતી જોઈ પુત્ર તેને બચાવવા બૂમો પાડતો કૂદી પડ્યો હતો. અવાજ સાંભળીને આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો પણ કૂવા પાસે પહોંચી ગયા હતા.

અકસ્માતની જાણ થતા ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી બંનેને કૂવામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગ્રામજનોએ સ્થાનિક પોલીસને પણ જાણ કરી હતી. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સિવિલ ડિફેન્સની રેસ્ક્યુ ટીમને બોલાવી. બાદમાં ગ્રામજનો અને રેસ્ક્યુ ટીમે મળીને બંનેને બહાર કાઢ્યા પરંતુ ત્યાં સુધીમાં બંનેના મોત થઈ ચૂક્યા હતા.પોલીસ તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ લઈ ગઈ પરંતુ ત્યાંના ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા.

ઉલ્લેખનીય છે કે, બધાની જીભ પર એક જ સવાલ હતો કે દીકરાએ માતાને બચાવવા ખૂબ જ ચપળતા બતાવી અને પોતાના જીવની પરવા કર્યા વગર કૂવામાં કૂદી પડ્યો પણ તેનો પ્રયત્ન કામ ન લાગ્યો. જણાવી દઇએ કે, આ ઘટના જયપુરના ચાક્સુ પોલીસ સ્ટેશન વિસ્તારના શક્કર ખાવડા ગામ પાસે આવેલી ઢાળીમાં બન્યો હતો.

Shah Jina