5 હજારવાળી નોકરી કરી રહી હતી માં…દીકરાએ છોડાવ્યુ કામ અને પૂરુ કર્યુ આ સપનું

નોકરી કરી 5 હજાર કમાતી હતી માં, દીકરાએ ઇન્ટરનેટની મદદથી બદલી દીધી જિંદગી, દિલને સ્પર્શી જાય તેવી કહાની વાયરલ

એક સમય હતો જ્યારે આપણે વિચારતા કે પુસ્તકીયું જ્ઞાન લઈએ અને ડિગ્રી મેળવીએ તો કારકિર્દીમાં કંઈક સારું થશે, પણ હવે જમાનો બદલાઈ ગયો છે. જો પ્રતિભા હોય તો તકોની કોઇ કમી નથી અને આજે સૌથી વધુ માંગ કૌશલ્યની છે. એવી ઘણી વસ્તુઓ છે જે તમે ઓનલાઈન શીખી શકો છો અને તેનાથી હજારો લાખો રૂપિયા પણ કમાઈ શકો છો. આયુષ ગોયલ આનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે પોતે એકાઉન્ટન્ટ અને કોપીરાઈટર છે.

તે તેના ક્લાઇન્ટ સાથે ઓનલાઈન કામ કરે છે અને તેની કોપીરાઈટીંગ કુશળતાને કારણે સારી કમાણી પણ કરે છે. સોશિયલ મીડિયા પર આયુષની એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં તેણે જણાવ્યું કે કેવી રીતે તેની માતાએ ઓછા પગારવાળી નોકરી છોડી અને હવે તે સંપૂર્ણ માતા અને પત્ની બની ગઈ છે. આયુષ ગોયલ નામના યુઝરે પોતાની પોસ્ટમાં તે ગર્વની ક્ષણ વિશે જણાવ્યું જ્યારે તેણે તેની માતાને નોકરી છોડવામાં મદદ કરી હતી.

જેના માટે માતા શાંતિપૂર્ણ જીવન જીવી શકે. આયુષે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘મારી માતાએ સંપૂર્ણ સમયની માતા અને પત્ની બનવા માટે 70 ડોલર (લગભગ 5700 રૂપિયા)ની 9-5 નોકરી છોડી દીધી છે. આ તેનું સ્વપ્ન હતું. મને હજુ પણ યાદ છે જ્યારે અમે બાથરૂમમાં રડતા હતા કારણ કે અમારી પાસે મારી કોલેજ માટે પૈસા નહોતા. ટ્વિટરે માત્ર મારું જીવન જ નથી બદલ્યુ પરંતુ તેણે મારી માતાનું જીવન પણ બદલી નાખ્યું છે. હું મારા 764 મિત્રોનો આભાર માનું છું.

આ સાથે આયુષે માતાની બે તસવીરો પણ શેર કરી છે. તેના અગાઉના ટ્વીટ્સમાં આયુષે જણાવ્યું હતું કે કેવી રીતે તેણે ઘરે બેઠા ઓનલાઈન લેખન કાર્ય કરવા માટે એકાઉન્ટન્ટ તરીકેની નોકરી છોડી. તેણે એ પણ જણાવ્યું કે કેવી રીતે તેનો નવો વ્યવસાય શરૂ કર્યાના થોડા મહિનામાં તે એક રૂમના મકાનમાંથી બે રૂમના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયો. પોસ્ટ પર કોમેન્ટ કરી લોકો આને ‘પ્રેરણાદાયી’ વાર્તા કહી રહ્યા છે, તો કેટલાક તેને ભવિષ્ય માટે શુભકામનાઓ આપી રહ્યા છે.

Shah Jina