આજકાલ સંપત્તિને લઈને ઘણા ભાઈઓ અને પિતા પુત્રો વચ્ચે વિવાદ થતા જોવા મળે છે. એવામાં જો તેનું સમાધાન સામાજિક રીતે ના આવે તો કોર્ટનો પણ સહારો ઘણા લોકો લેતા હોય છે. હાલ એવો જ એક કિસ્સો ચર્ચામાં ચાલી રહ્યો છે જેમાં એક પિતાએ તેના દીકરા ઉપર કેસ કર્યો છે.

પરંતુ આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તે જર્મીનીનો રાજકુમાર છે. જર્મનીના રાજકુમારે પોતાના દીકરા વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે તેને પોતાના પરિવારનો ખાનદાની 135 ઓરડાઓ વાળો મહેલ મહેલ સરકારને વેચી દીધો છે અને તે પણ ફક્ત એક જ યુરોમાં. એટલે કે ભારતીય નાણાં અનુસાર માત્ર 87 રૂપિયામાં.
હેડ ઓફ ધ હાઉસ હૈનોવર પ્રિન્સ અર્નસ્ટ અગસ્તનું કહેવું છે કે તેમના દીકરાએ તેમની પીઠ પાછળ આ સોદો કર્યો. પ્રિન્સ અર્નસ્ટ અગસ્ત મહારાણી એલિઝાબેથના દૂરના કઝીન છે. 66 વર્ષના રજૂમાર મૈરીનબર્ગ કાલસ અને કૈલનબર્ગ એસ્ટેટ વર્ષ 2000ના મધ્યમાં પોતાના દીકરાને સોંપી દીધો હતો.

ત્યારબાદ એવું કહેવા આવે છે કે રાજકુમારના 37 વર્ષના દીકરા ડ્યુટી ઓફ બ્રુનસ્વિક એન લ્યુનબર્ગ દ્વારા જમીન ઉપર કબ્જો કરી લેવામાં આવ્યો અને 2018માં જાહેરાત કરતા તેને મૈરિનબર્ગ કાસ્લ સરકારને રિયાસતી કિંમત ઉપર વેચી દીધો.
તેની પાછળના કારણમાં કહેવામાં આવ્યું કે તેમાં ઘણા લાંબા સમયથી સમારકામની જરૂરિયાત હતી. જેના માટે 23 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 2,33,20,09,100 રૂપિયાની જરૂર હતી. તેની સાથે તેને ઐતિહાસિક ધરોહરને પર્યટકો પણ લાંબા સમય સુધી જુએ તેના કારણે સરકારને વેચવામાં આવ્યો. વર્ષભરમાં 2 લાખ લોકો તેને જોવા માટે આવે છે.

જર્મનના રાજકુમારે એ પણ જણાવ્યું કે તે ઓસ્ટ્રિયાની એક લોજમાં રહેવા માટે મજબુર બની ગયા છે. તેમને બીમારી હોવા છતાં પણ આર્થિક મદદ નથી આપવામાં આવી રહી. તો બીજી તરફ તેમના દીકરાનું કહેવું છે કે તેના પિતા દ્વારા લગાવવામાં આવેલા બધા જ આરોપો ખોટા છે અને બધાને ખારીજ કરી દેવામાં આવશે.