પાકિસ્તાનમાંથી એક હૃદયસ્પર્શી કહાની પ્રકાશમાં આવી, જેમાં એક છોકરાએ તેની માતાના બીજા લગ્ન કરાવ્યા. જે માતાએ પોતાનું આખું જીવન પુત્રના ઉછેરમાં વિતાવ્યું તે માતાને તેના જીવનમાં ફરીથી પ્રેમ મળી શકે એ માટે દીકરાએ આ પગલુ ભર્યુ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા એક ઈમોશનલ વીડિયોમાં અબ્દુલ અહદે તેની માતા સાથે વિતાવેલી ઘણી અમૂલ્ય પળો શેર કરી છે.
તેણે તેની માતાના લગ્નની એક વિડિયો ક્લિપ પણ શેર કરી છે જેમાં અબ્દુલે કહ્યું કે, “મારી માતાએ તેના જીવનના 18 વર્ષ અમારી સંભાળ અને ઉછેર માટે આપી દીધા. મેં પણ તેને વિશેષ જીવન આપવા માટે મારાથી બનતો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, જેટલું હું કરી શકતો હતો. મને લાગે છે કે તે શાંતિપૂર્ણ જીવન માટે હકદાર છે, તેથી એક પુત્ર તરીકે મને લાગે છે કે મેં યોગ્ય કર્યું. મેં 18 વર્ષ બાદ પ્રેમ અને જીવનમાં બીજો મોકો મેળવાવ માટે માતાનો સપોર્ટ કર્યો.
વીડિયોમાં અબ્દુલ અને તેની માતાની મજબૂત બોન્ડિંગ દેખાઈ રહી છે અને નિકાહ બાદ બંનેએ એકબીજાને અભિનંદન આપ્યા. અબ્દુલે એક અન્ય પોસ્ટમાં માતાના નિકાહની એક ફોટો પોસ્ટ કરી લખ્યુ- સંકોચના કારણે મને મારી માતાના નિકાહની ખબર શેર કરવામાં કેટલાક દિવસ લાગી ગયા, પણ તમે જે પ્રેમ અને સમર્થન આપ્યુ તે ખરેખર અદ્ભૂત છે. મેં અમ્માને કહ્યુ- તમે લોકોએ અમારા નિર્ણયની સરાહના કરી અને સમ્માન કર્યુ. અમે તમારા આભારી છીએ.
તેણે વધુમાં કહ્યુ- હું બધી કમેન્ટ્સનો તો જવાબ નહિ આપી શકુ, પણ પ્લીઝ એ માની લો કે એક મેસેજ-કમેન્ટ મારા માટે ખૂબ અર્થપૂર્ણ છે. અબ્દુલની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેની પ્રગતિશીલ વિચારસરણી અને સામાજિક ધોરણોને પડકારવાની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, તમારા જેવી હિંમત હોવી જોઈએ. આ સાથે તેઓ તેની માતાને તેના નવા જીવન માટે શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.
View this post on Instagram