પહેલા પોતાની જ તસવીર પર “RIP” લખીને કરી પોસ્ટ, થોડીવાર જ ગળે ટુંપો ખાઈને કરી લીધો આપઘાત, જુઓ

મોંઘી દાટ ગાડીઓ સાથે ઈનફ્લુએન્સર શેર કરતો હતો પોતાની તસવીરો, છેલ્લી તસ્વીરમાં પોતાને જ મૃત જાહેર કર્યો અને આખરે ઘરમાંથી મળી તેની લાશ, કારણ જાણીને તો લોકો હેરાન રહી ગયા, જુઓ

Social media influencer committed suicide : આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર લોકોના દેખાવ અને લાઈફ સ્ટાઇલ જોઈને કોઈ પણ પ્રભાવિત થઇ જતું હોય છે, ઘણા લોકો સોશિયલ મીડિયામાં જે બતાવે છે તે હકીકતમાં નથી હોતા, ત્યારે હાલ જે ઘટના સામે આવી છે તેને દેશભરમાં ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે. એક 28 વર્ષના સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુન્સરે પહેલા એક પોસ્ટમાં પોતાના જ મૃત્યુ વિશેની જાહેરાત કરી અને થોડીવાર જ તેને આપઘાત પણ કરી લીધો.

પોસ્ટ સાચી સાબિત કરી :

આ સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરનું નામ અજમલ શરીફ હતું. બે દિવસ પહેલા ખૂબ જ આશ્ચર્યજનક કેપ્શન સાથેની એક તસવીરે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. કેપ્શનમાં અજમલે લખ્યું હતું કે હું ખૂબ જ દુઃખી છું કે અજમલ શરીફ હવે આ દુનિયામાં નથી. તેમની આત્માને શાંતિ મળે. લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ જ્યારે વ્યક્તિએ ખરેખર મોતને ભેટીને પોતાની પોસ્ટ સાચી સાબિત કરી. વહેલી સવારે જ્યારે અજમલે પોતાના રૂમમાં ફાંસો ખાઈ લીધો, ત્યારે પરિવારના સભ્યો ચોંકી ગયા હતા.

નોકરી ના મળવાના કારણે હતો ડિપ્રેસ :

જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો પરિવારજનોએ જણાવ્યું કે અજમલ ડિપ્રેશનમાં હતો. તેને કોઈ નોકરી મળતી ન હતી, જેના કારણે તે ઘણીવાર તણાવમાં રહેતો હતો. અજમલના પોસ્ટમોર્ટમ બાદ તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. અજમલના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની વાત કરીએ તો તેને સોશિયલ મીડિયા પર 15 હજારથી વધુ લોકો ફોલો કરે છે. અજમલે અગાઉ જે પોસ્ટ શેર કરી હતી તેના પર લખ્યું હતું – “RIP અજમલ શરીફ, 1995-2023.”

પરિવારમાં છવાયો માતમ :

અજમલના મૃત્યુ બાદ હવે લોકો તેની પોસ્ટ જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. લોકો માત્ર એટલું જ કહે છે કે કોઈ આટલું મોટું પગલું કેવી રીતે લઈ શકે. અજમલની પોસ્ટ જોઈને ઘણા લોકો તેની ટીકા કરી રહ્યા છે તો ઘણા લોકો કોમેન્ટ કરીને દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે. લોકો કહે છે કે તેની મજાક ઉડાવવી બિલકુલ યોગ્ય નથી કારણ કે તેનું માનસિક સ્વાસ્થ્ય સારું નહોતું. અજમલ તેના સોશિયલ મીડિયામાં મોંઘીદાટ કાર સાથેની તસવીરો પોસ્ટ કરતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ajmal Shereef (@ajmal_shereef)

Niraj Patel