જોવા મળ્યો ત્રણ મોઢા વાળો સાપ ? અને જયારે હકીકત સામે આવી ત્યારે લોકોના પણ જાણીને રૂંવાડા ઉભા થઇ ગયા

ત્રણ મોઢા વાળો આવો સાપ તમે ક્યારેય જોયો છે ? તસવીરો વાયરલ થતા લોકો પણ ડરવા લાગ્યા !!

દુનિયાનની અંદર અલગ અલગ પ્રજાતિના જીવ જંતુઓ જોવા મળતા હોય છે, એક પ્રજાતિના જીવ જંતુઓમાં પણ ઘણી વિશેષતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા ઉપર આવા વિશિષ્ટ જીવ જંતુ અને પ્રાણીઓના વીડિયો પણ ખુબ જ વાયરલ થતા હોય છે. હાલ સોશિયલ મીડિયા ઉપર પણ એક એવી તસવીર વાયરલ થઇ રહી છે જેમાં ત્રણ મોઢા વાળો સાપ જોવા મળી રહ્યો છે.

લોકો આ સપને જોઈને ખુબ જ ડરી પણ રહ્યા છે. વાયરલ થઇ રહેલી આ તસવીર જોઈને તમને પણ લાગશે કે આ સાપ નથી પરંતુ કંઈક બીજું જ છે. જેને જોઈને ઘણા લોકોના મનમાં અલગ અલગ સવાલ પણ ઉભા થઇ રહ્યા છે કે આખરે આ છે શું ? કોઈ તેને એન્ગ્રી સ્નેક કહી રહ્યું છે તો કોઈ તેને ચમત્કાર પણ કહી રહ્યું છે.

ઘણી શોધખોળ બાદ માલુમ પડ્યું કે આ કોઈ સાપ નથી પરંતુ એક કીડો છે. જે પતંગિયા જેવો હોય છે. આ કીડાનું નામ છે અટેક્સ એટલસ. આ કીડાને એટલસ મોથના નામે પણ ઓળખવામાં આવે છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો લેપિડોપ્ટેરા છે. જેને પાંખો અને મોથ આવે છે.

વાયરલ થઇ રહેલી તસ્વીર સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે કે, “અટેક્સ એટલસ દુનિયાનું સૌથી મોટું પતંગિયું હોય છે. આ ફક્ત બે અઠવાડિયા સુધી જ જીવતું રહે છે અને ઈંડા નીકળી અને તેમના બચ્ચા નીકળવા સુધી તેમની દેખરેખ કરે છે. પોતાના ઈંડાની રક્ષા કરવા માટે આ પતંગિયા સાપ જેવું રૂપ ધારણ કરી લે છે.

તમે પણ ઘણીવાર એવા એવા જીવ જંતુઓ જોયા હશે જેને જોઈને તમને પણ એક ક્ષણ માટે તેને જોતા જ રહેવાનું મન થાય. અને ખાસ કરીને કુદરતની આ કારીગરીને પણ વખાણવાનું મન ચોક્કસ થઇ જાય. ઘણા એવા પતંગિયા પણ આપણે જોયા હશે, જેની કલાકૃતિ અને રંગો જોઈને આપણે પણ તેમાં ખોવાઈ જઈએ.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ પતંગિયાની તસ્વીરોને પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. બહુ જ રેર કેસમાં આવા પતંગિયા જોવા મળતા હોય છે. અને હાલ તેની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ થવાની સાથે જ લોકો તેને આશ્ચર્યથી નિહાળી પણ રહ્યા છે.

ખાસ વાત તો એ છે કે જયારે જયારે આ પતંગિયાને ખતરાનો અનુભવ થાય છે તે સાપની જેમ દેખાવવા વાળી પાંખો ફફડાવવા લાગે છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે મોટાભાગના આવા પતંગિયા એશિયામાંથી જ મળી આવે છે. સોશિયલ મીડિયામાં તેની તસવીરો વાયરલ થતા જ લોકો એ જાણવા માંગતા હતા કે આખરે આ કયો સાપ છે.

Kashyap Kumbhani