સાપને આ રીતે ઈંડુ ગળતા તમે ક્યારેય નહિ જોયો હોય, જુઓ વીડિયોમાં ઈંડુ ગળ્યા પછી કેવી થઇ સાપની હાલત

સાપ દુનિયાનું ખતરનાક પ્રાણી માનવામાં આવે છે. તેને જોઈને ભલભલા ડરી જતા હોય છે. સાપને જોતા જ લોકોની ચીસ પણ નીકળી જતી હોય છે. ઇન્ટરનેટ ઉપર સાપને લઈને ઘણા વીડિયો પણ વાયરલ થતા હોય છે. ઘણીવાર એવા સપના વીડિયો પણ સામે આવે છે, જે દેખાવમાં ખુબ જ ક્યૂટ હોય છે પરંતુ તે એટલા જ ખતરનાક હોય છે. હાલમાં એવા જ એક સાપનો ઈંડુ ગળી જતો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

ટ્વિટર પર આ ક્લિપ શેર કરતાં @Geethanjali_IFS લખ્યું – ઈંડાં ખાતો સાપ. કુદરત ક્યારેય આશ્ચર્યજનક અટકતી નથી. ક્લિપને એક મિલિયનથી વધુ વ્યૂઝ અને લગભગ 377 લાઈક્સ મળી છે. આ સાથે સેંકડો યુઝર્સે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. જ્યારે કેટલાક યુઝર્સે લખ્યું કે આ વીડિયો ડરામણો છે તો કેટલાકે લખ્યું કે આ ખૂબ જ અદભૂત નજારો છે.

આ વીડિયો 1.03 મિનિટનો છે, જેમાં એક નાનો સાપ ઈંડું ગળી રહ્યો છે. નવાઈની વાત એ છે કે ઈંડું સાપના મોં કરતા ઘણું મોટું છે, પરંતુ તેમ છતાં તે ધીમે ધીમે આખું ગળી જાય છે. જો કે, જ્યારે ઈંડુ તેના મોઢામાં ફસાઈ જાય છે ત્યારે તેનો ચહેરો જોવા જેવો હોય છે. એક ક્ષણ માટે, તે શરીર ફુલાવી લેનારી પફર ફિશ જેવું લાગે છે. જોકે, સાપનું આ રૂપ જોઈને લોકો પણ ડરી ગયા છે. ત્યારે જ ક્લિપ જોયા બાદ કેટલાક યુઝર્સે તેને ડરામણી અને ચોંકાવનારી ગણાવી છે.

ત્યારે ઇન્ટરનેટ ઉપર આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સાપ કોઈ જીવનો શિકાર કરે છે ત્યારે તેને જીવતા ગળી જતા હોય છે. તમે ઘણીવાર સાપને ઉંદરનો શિકાર કરતા જોયા હશે. પરંતુ આ રીતે સાપને ઈંડા ગળતો જોવાનો નજારો લોકો માટે પણ ખુબ જ અધભુત બની ગયો જેના કારણે આ વીડિયો વાયરલ થઇ ગયો.

Niraj Patel