ઘરમાં આવી દીકરીને સરકારી નોકરી મળવાની ખુશી, ભાઈ બહેનને લઈને જતો હતો સરકારી નોકરી જોઈન કરાવવા ત્યારે જ SUV વાળાએ લીધા અડફેટે, ચીસોમાં બદલાઈ ગઈ ખુશી

ભાઈ-બહેનનું દર્દનાક મોત… બહેન કવિતા સરકારી નોકરી જોઈન કરવા જઈ રહી હતી ત્યાં જ SUV વાળાએ અત્યંત દર્દનાક મોત આપ્યું

ગુજરાત સમેત દેશભરમાં અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવતી રહે છે,  અકસ્માતમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે તો ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થતા હોય છે. ઘણીવાર તો એવું પણ બનતું હોય છે કે એક તરફ પરિવારમાં ખુશીઓનો માહોલ હોય અને બીજી તરફ કોઈનું અકસ્માતમાં નિધન થતા આખો જ ખુશીઓનો પ્રસંગ શોકમાં પરિણમતો હોય છે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં પરિવારની ખુશીઓ પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ.

રાજસ્થાનના જોધપુરમાં આવેલા લુની નગરના સર ગાંવ રોડ પર સોમવારે સવારે એક મોટરસાઇકલ સવાર પિતરાઇ ભાઇ બહેનનું ઝડપી અને બેદરકારીપૂર્વકની SUVની ટક્કરથી મોત થયું હતું. મૃતકની તાજેતરમાં તલાટીના પદ માટે પસંદગી થઈ હતી અને તે નોકરીમાં જોડાવા માટે જઈ રહી હતી.

લુનીના એસએચઓ ઈશ્વરચંદ પારેખે જણાવ્યું હતું કે, મૂળ બેંગ્લોર અને હાલ લુનીની રહેવાસી કવિતા પટેલ તેના માસીના દીકરા ભાઈ રમેશ પટેલ સાથે મોટરસાઈકલ પર કાલીબેરીમાં તલાટી ટ્રેનિંગ સેન્ટર જઈ રહી હતી. નગરથી સર ગાંવ રોડ પર પહોંચતા જ પાછળથી આવી રહેલી ઓવરસ્પીડ એસયુવી કરે તેમની મોટરસાયકલને ટક્કર મારી હતી. કારની સ્પીડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે મોટરસાઈકલને લગભગ 200 મીટર સુધી ખેંચી અને પછી બંધ કરી દીધી.

કારની ટક્કરથી કવિતા પટેલ અને તેનો માસીનો દીકરો ભાઈ રમેશ ઉછળીને નીચે પડતા તેમને માથાના ભાગે વાગતા મોતને ભેટ્યા હતા. આજુબાજુના ગ્રામજનો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. ભાગવાનો પ્રયાસ કરનાર કાર ચાલક ઝડપાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના સંબંધીઓને બોલાવ્યા હતા. તેમજ મૃતદેહને મોર્ચરીમાં મોકલી આપ્યો હતો. કાર ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

પોલીસનું કહેવું છે કે મૃતક કવિતા પટેલ બેંગ્લોરમાં રહે છે. સાસરીવાળાઓ પણ બેંગ્લોરમાં છે. તાજેતરમાં તલાટી પદ પર તેમની પસંદગી કરવામાં આવી હતી. તેઓ સોમવારે જોડાવાના હતા. આ માટે તે તેના માસીના દીકરા સાથે કાલીબેરીના તલાટી ટ્રેનિંગ સેન્ટર જઈ રહી હતી. તો બીજી તરફ પરિવારનો આરોપ છે કે તેમની હત્યા કરવામાં આવી છે. પોલીસને SUVમાંથી બેઝબોલ બેટ મળી આવ્યું છે, આ મામલે હવે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Niraj Patel