સાળીએ જીજાજી સાથે કર્યો એવો મજાક કે જોઈને વરરાજા પણ શરમાઈ ગયા, વીડિયો જોઈને તમે પણ હસવું રોકી નહિ શકો

આજે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે જેના દ્વારા કોઈપણ ઘટનાને વાયરલ થતા જરા પણ વાર નથી લાગતી, તેમાં પણ હવે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલમાં પોસ્ટ કરવામાં આવેલા વીડિયો થોડા જ સમયમાં વાયરલ થઇ જતા હોય છે અને હજારો કિલોમીટર દૂર બેઠેલો વ્યક્તિ પણ આ વીડિયોને નિહાળે છે. ખાસ આજે લગ્નને લઈને ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

મોટા ભાગે આપણે જોયું છે કે લગ્નની અંદર વરરાજા મિત્રો દુલ્હન સાથે મસ્તી મજાક કરે છે, તો કન્યાની બહેનો તેમના જીજાજી સાથે મજાક કરતી જોવા મળે છે. આવી જ ઘટનાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જીજા સાળીની મસ્તી જોઈ શકાય છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે કંસાર ખવડાવવાની વિધિ દરમિયાન વરરાજા ઉભા છે અને ત્યારે જ તેમની સાળી હાથમાં પેંડો લઈને આવી છે. તે પોતાના હાથે જીજાજીને ખવડાવવા માટે જાય છે અને જીજાજી પણ સાળીના હાથમાં રહેલો પેંડો ખાવા માટે મોઢું ખોલે છે, પરંતુ અચાનક બને છે એવું કે વરરાજા પણ શરમાઈ જાય છે.


વરરાજાના શરમાઈ જવાનું કારણ એ હોય છે કે તેમની સાળી જીજાજીને પેંડો ખવડાવવાને બદલે પોતે જ ખાઈ જાય છે અને ત્યાંથી ચાલી જાય છે. આ જોઈને વરરાજા પણ શરમથી હસવા લાગી જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel