યાદ છે આ બાળ ગાયક કલાકાર હરિ ભરવાડ, જેને ઘર ઘરમાં ભજન ગાઈને એક મોટી નામના મળેવી હતી, જાણો આજે જીવે છે કેવું જીવન ?

ઘર ઘરમાં ભજન ગાઈને એક મોટી નામના મળેવી એ બાળ ગાયક કલાકાર આજે દેખાય છે આવો સ્માર્ટ, જાણો આજે જીવે છે કેવું જીવન ?

ગુજરાત એ સંતોની ભૂમિ તરીકે ઓળખાય છે અને અહીંયા ઘણા સંતો ઉપરાંત ભક્તિ ગીતો ગાનારા ઘણા ગાયકો પણ થઇ ગયા. કહેવાય છે કે આવડત અને પ્રતિભા માણસની અંદર પડેલી હોય છે, તેને માત્ર બહાર લાવવાની જ જરૂર છે.

Image Source

થોડા વર્ષો પહેલા એવા જ એક બાલ કલાકારથી ગુજરાત પરિચિત બન્યું હતું, જેને નાની ઉંમરમાં જ હૈયાને ઠંડક અપાવે એવા ભજનો ગાઈને લોકોનું મન મોહી લીધું હતું. એ બાળ ગાયકનું નામ હતું હરિ ભરવાડ. મોટાભાગના લોકોના મુખ ઉપર એ સમયે હરિ ભરવાડનું નામ વહેતુ હતું (Image Credit- hari bharvad/facebook)

12 ઓગસ્ટ 1995ના રોજ ખેડા જિલ્લાના એક નાના ગામમાં જન્મેલા હરિ ભરવાડનું નામ આજે સમગ્ર ગુજરાતમાં ગુંજે છે. પરંતુ હરિને આ નામના અપાવવા પાછળ મોટો હાથ તેના કાકાનો રહ્યો છે. હરિના કાકાને ભજન અને સંગીત પ્રત્યેની રુચિના કારણે હરિ પણ તેમની સાથે જોડાયો અને બાળપણ જ તેના મધુર અવાજના કારણે લોકોના હૈયા ઉપર પોતાના અવાજનો જાદુ ચલાવતો ગયો.

માત્ર 7 વર્ષથી ઉંમરમાં જ હરિ ભરવાડે ભજનો ગાવાનું શરૂ કરી દીધું હતું. માત્ર 12 ધોરણ સુધીનો અભ્યાસ કરેલા હરિને બાળપણમાં જ પ્રાર્થના ગાતા સમયે શાળામાં શિક્ષક દ્વારા ભજન ગાવાની સલાહ મળી અને તેને પોતાનું પહેલું આલ્બમ “હરિનો મારગ” રજૂ કર્યું.

ભજનો ઉપરાંત હરિએ ગરબા અને અભિનય ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું. અત્યાર સુધી તેને 30 જેટલા આલ્બમોં રજૂ કર્યા છે.  જેમાં ગરબા અને ભજનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેને “સાસરે લીલા લહેર છે” ફિલ્મમાં અભિનય પણ કર્યો છે.

હરિ ભરવાડે ઘણા એવોર્ડ પણ પોતાના નામે કર્યા છે જેમાં તેને 2014માં દિલ્હી તરફથી બેસ્ટ ચાઈલ્ડ સિંગર તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે. આ ઉપરાંત 2011માં નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે દરમિયાન પણ તેને ખેડા જિલ્લા તરફથી એવોર્ડ એનાયત થયો હતો.

આજે હરિ ભરવાડ માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ ભજન તેમજ ગરબાના પ્રોગ્રામ કરે છે. 2012માં તેને લંડનમાં પહેલો પ્રોગ્રામ કર્યો હતો ત્યારબાદ તેને અમરિકામાં ગુજરાતી સમાજના 50 વર્ષ પૂર્ણ થવા ઉપર 2014માં પ્રોગ્રામ કર્યો હતો. 2019માં લંડનમાં પણ તેને ગરબા પ્રોગ્રામ કર્યો હતો.

હરિ ભરવાડનો હાલમાં ખેડા જિલ્લાના કઠલાલમાં એક સ્ટુડિયો પણ છે. અત્યાર પણ તે સતત સંગીતને જ વરેલો છે અને પોતાની સંગીત સાધનાને તેને આજે પણ જાળવી રાખી છે.

 

Niraj Patel