એક સાથે દિવસે, બીજી સાથે રાત્રે અને ત્રીજી સાથે ગામમાં જઈને પ્રેમ કરતો હતો આ પતિ, પછી આ રીતે ખુલી ગઈ ત્રણ પત્નીઓની પોલ

બોલીવુડની અંદર ઘણી ફિલ્મો એવી બની છે જેમાં એક કરતા વધારે પત્ની હોવાનું બતાવવામાં આવે છે. થોડા વર્ષો પહેલા કોમેડિયન કપિલ શર્માની પણ એક ફિલ્મ આવી હતી. “કિસ કિસ કો પ્યાર કરું.” આ ફિલ્મની અંદર કપિલ શર્માને એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ પત્નીઓ હતી. ત્યારે હવે હાલ એવી જ એક ઘટનાની કહાની વાયરલ થઇ રહી છે જેમાં એક પતિને ત્રણ ત્રણ પત્નીઓ હતી.

આ અનોખા લગ્નની કહાની ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં જોવા મળી છે. જે રીતે કિસ કિસ કો પ્યાર કરું ફિલ્મના લીડ એક્ટર કપિલ શર્મા પોતાની ડેબ્યૂ ફિલ્મમાં ત્રણ પત્નીઓની જાળમાં ફસાઈ જાય છે અને પરેશાન થઈ જાય છે, તેવી જ રીતે ગિરિડીહ જિલ્લામાં પણ એક વ્યક્તિની ત્રણ પત્નીઓની કહાની સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગીરીડીહના ખોડથંબા ઓપીના મારપોકામાં સિકંદર વિશ્વકર્મા નામના યુવકને ત્રણ પત્નીઓ છે. પ્રથમ પત્ની ગિરિડીહ જિલ્લાના મારપોકા ગામની છે. બીજી પત્ની રજની દિલ્હીની છે અને ત્રીજી પત્ની ઉત્તર પ્રદેશની છે, પરંતુ તે દિલ્હીમાં જ રહે છે.

જ્યારે બીજી પત્ની રજની તેના પતિને શોધતી શોધતી સાસરીવાળા ખોડથંબાના મારપોકા ગામે પહોંચી ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. અહીં પહોંચીને ખબર પડી કે અહીં તેની પત્ની બસંતી પણ છે. બસંતીને 2 પુત્ર અને એક પુત્રી છે. જે બાદ થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. સાથે જ આ મામલામાં પત્ની ન્યાય માટે પોલીસ પાસે જવાની વાત કરી રહી હતી.

જાણવા મળી રહ્યું છે કે સિકંદર છેલ્લા 15 વર્ષથી દિલ્હીમાં રહે છે. તે દિલ્હીની અનંત રાજ કંપનીમાં નોકરી કરતો હતો. રજની પણ ત્યાં કામ કરતી. સિકંદરે રજનીને પ્રેમ જાળમાં ફસાવીને 1 જુલાઈ 2014ના રોજ તેની સાથે લગ્ન કર્યા. આ પછી સિકંદરે 2020માં યુપીની રહેવાસી અંજલિ ઢાકા સાથે પણ લગ્ન કર્યા હતા અને તેને પ્રેમની જાળમાં ફસાવી હતી. જોકે અંજલિ પણ દિલ્હીમાં રહેતી હતી. આથી સિકંદર દિલ્હીમાં રહેતી બંને પત્નીઓને ફિલ્મી રીતે સમય આપતો રહ્યો. તે એકને દિવસે અને બીજાને રાત્રે સમય આપતો હતો. પરંતુ, આ દરમિયાન એક દિવસ સિકંદરનો મોબાઈલ રજની પાસે રહી ગયો હતો અને ત્યારે જ ફોન પરથી ત્રીજી પત્ની સાથે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ સામે આવ્યું હતું.

આ દરમિયાન બીજી પત્ની માર્કોપા ગામ પહોંચી, ત્યારબાદ સમગ્ર મામલો સામે આવ્યો. સિકંદર વિશ્વકર્માએ તેની ત્રણ પત્નીઓથી છુપાવ્યું હતું કે તે પરિણીત છે. આ બાબત પ્રકાશમાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું બજાર ગરમાયું હતું. ગલી, મહોલ્લા ચોક-ચૌરાહ પર લોકો આ ઘટનાની ચર્ચા કરી રહ્યા છે. ઘણા લોકો હસી રહ્યા છે અને ઘણા લોકો ગુસ્સે પણ છે. જો કે આ મામલામાં પત્ની હવે પોલીસ સ્ટેશન જઈને ન્યાય મેળવવાની વાત કરી રહી છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને, ઘણી મહિલા સંસ્થાઓ પણ આગળ આવી છે અને પહેલ કરવાનો પ્રયાસ કરી રહી છે. એક નારી સંગઠનના અધિકારી રેખા શર્માનું કહેવું છે કે આ આખો મામલો મહિલાઓ સાથે છેતરપિંડીનો છે. મહિલા સંગઠન અધિકારી કવિતા મુર્મુએ કહ્યું કે આ મામલો મહિલાઓની ગોપનીયતાનું પણ ઉલ્લંઘન છે. તેણે ત્રણેય યુવતીઓ સાથે મળીને અન્યાય કર્યો છે. આ કેસમાં તેની સામે કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ.

Niraj Patel