શ્વેતા ત્રિપાઠીની અભિનેત્રી તરીકેની સફર તમામ યુવતીઓ માટે જીવનમાં કંઈક મોટું સ્વપ્ન જોવા અને હાંસલ કરવા માટે પ્રેરણારૂપ છે ! આજે ફિલ્મ નિર્માતાઓની અગ્રણી પસંદગી બનવા માટે નમ્ર પૃષ્ઠભૂમિમાંથી આવતી, બહુમુખી પ્રતિભા ધરાવતી અભિનેત્રીએ સખત મહેનત કરી છે અને તેની પ્રતિભા દરેકનો વિશ્વાસ છે. શ્વેતા ત્રિપાઠીએ 2009 માં ક્યા મસ્ત હૈ લાઈફ સાથે અભિનયની શરૂઆત કરી હતી, અને ત્યારથી તેણે પાછું વળીને જોયું નથી! મસાન, હરામખોર, ગોન કેશ, મિર્ઝાપુર, ધ ગોન ગેમથી લઈને યે કાલી કાલી આંખે સુધી, શ્વેતાએ તેના સુંદર કામથી પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે.
આટલા વર્ષોના કામ પછી, સુંદર સ્મિત અભિનેત્રીએ તાજેતરમાં તેની સૂચિમાંથી એક સ્વપ્ન પૂર્ણ કર્યું છે! બિગબોસ 15 વિનર અને ટીવીની ખૂબસુરત નાગિન તેજસ્વી પ્રકાશે હાલમાં જ તેની ખૂબ જ મોંઘી કાર ખરીદી છે. ત્યારે હવે વધુ એક અભિનેત્રીએ મોંઘી લક્ઝરી કાર ખરીદી છે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ ‘મિર્ઝાપુર’માં ગોલુ ગુપ્તાનું પાત્ર ભજવનાર શ્વેતા ત્રિપાઠી છે. શ્વેતા ત્રિપાઠીની ચમકતી કાર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ગોલુ ગુપ્તાએ મર્સિડીઝ ઈ-ક્લાસ એક્સક્લુઝિવ E 220d કાર ખરીદી છે. આ ચમકતી લક્ઝરી કારની કિંમત લગભગ 80 લાખ રૂપિયા છે. આ તસવીરોમાં શ્વેતા ત્રિપાઠી કારની નજીક પોઝ આપતી જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.જો કે શ્વેતા ત્રિપાઠી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે, પરંતુ ‘મિર્ઝાપુર’માં ભજવેલું ગોલુ ગુપ્તાનું પાત્ર સૌથી ફેમસ થયું હતું. શ્વેતા ત્રિપાઠી પાસે પાઇપલાઇનમાં મિર્ઝાપુર 3, યે કાલી કાલી આંખે 2, ગોન ગેમ 2, એસ્કેપ લાઇવ, મુખચુજ અને એમ ફોર માફિયા છે.
વેબ સીરીઝમાં શ્વેતા હંમેશા સિંપલ લુકમાં જ નજર આવતી હતી, પરંતુ રિયલ લાઇફમાં તે ખૂબ જ ગ્લેમરસ છે. શ્વેતા ત્રિપાઠી પહેલીવાર ફિલ્મ મસાનમાં જોવા મળી હતી. જેમાં તેણે વિક્કી કૌશલ સાથે કામ કર્યુ હતુ. તે બાદ તે ઘણી મોબાઇલની જાહેરાતમાં જોવા મળી. શ્વેતાએ ઘણી શોર્ટ ફિલ્મ્સ પણ કરી છે.
શ્વેતા વર્ષ 2018માં લગ્નના બંધનમાં બંધાઇ ગઇ હતી. અભિનેત્રીએ મશહૂર રેપર અને અભિનેતા ચૈતન્ય વર્મા સાથે લગ્ન કર્યા છે. અભિનય ઉપરાંત શ્વેતા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર તેના અલગ અલગ લુકની તસવીરો શેર કરતી રહે છે, જેને ચાહકો પણ ઘણી પસંદ કરે છે.