કોરોના કાળમાં ઘણા એવા કાર્યો ઘરે બેઠા જ ઓનલાઇન કરવામાં આવી રહ્યા છે એવામાં શાળાનું ભણતર પણ શિક્ષકો દ્વારા ઓનલાઇન જ આપવામાં આવી રહ્યું છે. ઇન્ટરનેટની આ સુવિધાએ લોકોનો સમય પણ બચાવી દીધો છે અને ઘણા કામ સરળ બનાવી દીધા છે. જો કે ઘણીવાર આ જ સુવિધા લોકોની સમસ્યાનું કારણ પણ બની જતા હોય છે, એવી જ એક ઘટના એક વિદ્યાર્થીની સાથે બની છે.

શ્વેતા નામની વિદ્યાર્થીની વિડીયો કોન્ફ્રેસિંગ દ્વારા ઓનલાઇન ક્લાસ અટેન્ડ કરી રહી હતી અને તેમાં 100 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ શામિલ હતા. ક્લાસ દરમિયાન શ્વેતાની અન્ય એક મિત્રનો ફોન આવ્યો અને તે પોતાનું માઈક ઓફ કરવાનું ભૂલી ગઈ અને બંન્ને વચ્ચેની વાતો બધાએ સાંભળી લીધી.

ઓનલાઇન ક્લાસમાં અન્ય લોકોએ ઘણીવાર તેને પોતાનું માઈક ઓફ કરવાની સલાહ આપી કેમ કે તેની વાતોથી અન્ય બધા ડિસ્ટર્બ થઇ ગયા હતા, પણ શ્વેતા પોતાની મિત્ર સાથે વાત કરવામાં વ્યસ્ત રહી, અને બંને વચ્ચેની પર્સનલ વાતો ઓનલાઇન ક્લાસના બાકીના લોકો પણ સાંભળી રહ્યા હતા.

ક્લાસમાં રહેલા લોકો જોર-જોરથી બોલી રહ્યા હતા કે તે પોતાનું માઇક બંધ કરે, તો કોઈ કહી રહ્યા હતા કે તેને ફોન કરીને જણાવો પણ શ્વેતાએ પોતાના ઈયરફોન કાનથી હટાવી લીધા હતા જેને લીધે તે કોઈની વાત સાંભળી શકી ન હતી.

જોત જોતામાં આ ઓડિયો સોશિયલ મીડિયા જેવા કે ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર વાયરલ થવા લાગ્યો અને લોકો તેના પર રમુજી મીમ્સ પણ બનાવી રહ્યા છે, અને સાથે જ લોકો સોશિયલ મીડિયા પર એકબીજા સાથે વિડીયો કોન્ફ્રેસિંગના દરમિયાન માઈક બંધ રાખવાની પણ સલાહ આપી રહ્યા છે. આ સિવાય ઘણા બ્રાન્ડ્સએ શ્વેતાની સ્ટોરી પર બ્રાન્ડ એડ બનાવીને શેર કરી છે.
સાંભડો શ્વેતાના ઓનલાઇન ક્લાસનો ઓડિયો…
@MicrosoftTeams did you see this 🤣🤣🤣#Shweta is trending at no.1 here in India using #MicrosoftTeams pic.twitter.com/q8ef7Zq3wf
— Kajal 🇮🇳 (@kajalshawol) February 18, 2021