વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સુખ, ભૌતિક સુવિધાઓ, ધન, પ્રેમ અને સૌંદર્યના કારક ગ્રહ શુક્રનું નક્ષત્ર ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષીય ગણતરીઓ મુજબ, શુક્ર ગ્રહ આગામી 16 જુલાઈ 2026 ના રોજ ગુરુવારે સાંજે 7:11 વાગ્યે પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. પૂર્વાફાલ્ગુની નક્ષત્ર એ વૈદિક જ્યોતિષના 27 નક્ષત્રોમાંનું 11 મું નક્ષત્ર છે, અને આ નક્ષત્રના સ્વામી પોતે શુક્ર દેવ છે. જ્યારે કોઈ ગ્રહ પોતાના જ સ્વામિત્વ વાળા નક્ષત્રમાં ગોચર કરે છે, ત્યારે તેનો પ્રભાવ અને સકારાત્મક શક્તિ બમણી થઈ જાય છે. શુક્ર દેવ આ નક્ષત્રમાં 29 જુલાઈ 2026 સુધી બિરાજમાન રહેશે. શુક્રની આ બળવાન સ્થિતિ તમામ 12 રાશિઓ પર વ્યાપક પ્રભાવ પાડશે, પરંતુ 4 રાશિઓ માટે આ સમયગાળો કોઈ વરદાનથી ઓછો સાબિત નહીં થાય. આ સમય દરમિયાન આ જાતકોને અણધાર્યા આર્થિક લાભ અને કરિયરમાં પ્રગતિની ઉજળી તકો સાંપડશે.

મેષ રાશિ (Aries) :
મેષ રાશિના જાતકો માટે શુક્રનું પોતાના જ નક્ષત્રમાં ગમન અત્યંત શુભ અને મંગલકારી સાબિત થશે. આ પરિવર્તનને કારણે તમારા જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ અને લક્ઝરીના સાધનોમાં અણધાર્યો વધારો થશે. જો તમારું કોઈ નાણાકીય ભંડોળ લાંબા સમયથી અટકેલું હતું, તો આ 13 દિવસના ટૂંકા ગાળામાં તે પરત મળી શકે છે અને આવકના નવા સ્ત્રોત ઊભા થવાથી તમારી આર્થિક સ્થિતિ અને બેંક બેલેન્સ મજબૂત બનશે. બીજી તરફ, કરિયર અને બિઝનેસ ક્ષેત્રે પણ મોટી પ્રગતિની તકો દેખાઈ રહી છે. નોકરી શોધી રહેલા યુવાનો માટે આ સમયગાળો વરદાનરૂપ સાબિત થશે અને મનપસંદ કંપનીમાંથી સારી ઓફર મળી શકે છે. વેપાર કરનારા લોકોને કોઈ મોટી ડીલ અથવા મહત્વપૂર્ણ પાર્ટનરશિપ મળવાની ઉજળી સંભાવના છે. જે લોકો નવું ઘર અથવા વૈભવી વાહન ખરીદવાનું સપનું જોઈ રહ્યા છે, તેમના મનોરથો આ સમય દરમિયાન પૂર્ણ થશે અને જૂની પારિવારિક સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે.

મિથુન રાશિ (Gemini) :
મિથુન રાશિના જાતકો માટે શુક્રનું પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં ગોચર માનસિક શાંતિ અને જીવનમાં નવી સ્થિરતા લઈને આવશે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કટોકટી અને માનસિક તણાવમાંથી હવે તમને સંપૂર્ણ મુક્તિ મળશે, જેનાથી તમારા વિચારોમાં સકારાત્મકતાનો સંચાર થશે. વેપારી વર્ગ માટે આ સમયગાળો નફાકારક સાબિત થશે અને માર્કેટમાં તમારી પ્રતિષ્ઠા અને શાખમાં મોટો વધારો જોવા મળશે. નોકરીયાત લોકો માટે પ્રમોશન અને સેલરી હાઈકના મજબૂત યોગ બની રહ્યા છે. આ આર્થિક પ્રગતિની સાથે-સાથે તમારા પારિવારિક અને પ્રેમ સંબંધોમાં પણ ભારે મધુરતા આવશે. તમારા જીવનસાથી કે લવ પાર્ટનર સાથે ચાલતા તમામ જૂના મતભેદો અને ગેરસમજો આ સમયગાળામાં દૂર થઈ જશે, જેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું એક નવું વાતાવરણ સ્થાપિત થશે.

તુલા રાશિ (Libra) :
તુલા રાશિના સ્વામી ગ્રહ પોતે શુક્ર દેવ હોવાને કારણે આ નક્ષત્ર ગોચર તમારા માટે અત્યંત વિશેષ અને લાભદાયી રહેવાનું છે. આ ગોચર તમારા જીવનમાં સુવર્ણ દિવસોની શરૂઆત કરાવશે, જેમાં આર્થિક મોરચે અણધાર્યો અને બંપર ઉછાળો જોવા મળશે. મલ્ટીપલ સોર્સ ઓફ ઇનકમ શરૂ થવાથી તમારું આર્થિક સ્તર ઘણું ઊંચું આવશે. કરિયરના મોરચે ઓફિસમાં બોસ અને સિનિયર અધિકારીઓ તમારા કામની મુક્ત કંઠે પ્રશંસા કરશે. તમારા ઉત્કૃષ્ટ પ્રદર્શનથી પ્રભાવિત થઈને કંપની તમને મોટું પ્રમોશન અથવા કોઈ અત્યંત જવાબદારીપૂર્વકનો હોદ્દો સોપી શકે છે. આ આખી પ્રક્રિયામાં સહકર્મિઓનો પણ પૂરો સાથ મળશે, જેનાથી સામાજિક સ્તરે તમારું માન-સન્માન વધશે અને પરિવારમાં કોઈ શુભ પ્રસંગની શરણાઈઓ વાગશે.

મકર રાશિ (Capricorn) :
મકર રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર દરેક ક્ષેત્રે વિજય અને પ્રગતિ અપાવનારું સાબિત થશે, જેનાથી તમારા અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થવા લાગશે. જો તમે ભૂતકાળમાં શેરબજાર, સોનું અથવા જમીન-મકાન જેવી સ્થાવર મિલકતમાં રોકાણ કર્યું હોય, તો આ સમયે તેમાંથી અપેક્ષા કરતાં ઘણો મોટો આર્થિક નફો મળી શકે છે. આ સમયગાળો તમારી કોઈ જૂની કે અધૂરી ઈચ્છા અચાનક પૂરી કરી દેશે. પારિવારિક જીવનની વાત કરીએ તો, પરિણીત જાતકોને સંતાન પક્ષ તરફથી કોઈ અત્યંત આનંદદાયક અને શુભ સમાચાર મળી શકે છે, જેનાથી ઘરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાશે. જે લોકો સિંગલ છે અને યોગ્ય જીવનસાથીની શોધમાં છે, તેમના સંબંધો આ સમયગાળામાં ફાઇનલ થઈ શકે છે. જ્યારે પ્રેમ સંબંધમાં રહેલા જાતકો પોતાના સંબંધને આગળ વધારીને લગ્નનું સ્વરૂપ આપવા માટે મજબૂત નિર્ણય લેશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)