12 ફેબ્રુઆરીએ શુક્રનું ગોચર મકર રાશિમાં થશે, મકર રાશિનું ગોચર સવારે 5 વાગ્યે શનિની રાશિમાં રહેશે, જે 7 માર્ચે સવારે 10:55 વાગ્યા સુધી મકર રાશિમાં રહેશે. શુક્રના મકર રાશિમાં ગોચરથી 6 રાશિના જાતકોના જીવનમાં સુખદ પરિવર્તન આવશે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે. તો ચાલો જાણીએ આ 6 લકી રાશિ કઇ છે.
મેષ: શુક્રના રાશિ પરિવર્તનથી સુખ-સુવિધાઓમાં વધારો થશે, વેપાર કરતા લોકો સુખદ અને લાભદાયક રહેશે. નેટવર્ક વધશે, જેનાથી કારકિર્દીને ફાયદો થશે. 12 ફેબ્રુઆરીથી 7 માર્ચની વચ્ચે મુસાફરી કરવી પડી શકે છે, જે શુભ પરિણામ આપશે.
વૃષભ: શુક્રનું ગોચર કારકિર્દીમાં આગળ વધવાની નવી તકો પ્રદાન કરશે, વિદેશમાં નોકરી કરવાની ઓફર મળી શકે છે કાં તો વિદેશ પ્રવાસની તક મળી શકે છે. જો નવો ધંધો શરૂ કરો છો, તો પ્રગતિની શક્યતાઓ પણ વધશે.
કન્યાઃ પાર્ટનર સાથે સારો સમય પસાર થશે, જીવનમાં રોમાંસનો સ્પર્શ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને નોકરી શોધી રહેલ લોકો સફળ થઈ શકે છે. તકોને સરકી જવા ન દો. જો વેપારી કોઈ નવું કામ કરવા માંગે તો ચોક્કસ કરી શકે છે, તેમાં સફળતા મળી શકે છે.
તુલા: ફેબ્રુઆરીના મધ્યમાં નવી નોકરી મળવાની અપેક્ષા છે, આ ઉપરાંત નોકરીની ઓફર નાણાકીય બાજુને મજબૂત બનાવશે, લક્ઝરી જીવન પાછળ પૈસા ખર્ચ થશે. લગ્ન જીવન સુખમય રહેશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
મકર: શુક્રના મકર રાશિમાં ગોચરથી નોકરીની ઓફર મળી શકે છે. 12 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધીનો સમય ફળદાયી સાબિત થશે. કરિયરમાં પ્રગતિ થશે, જ્યારે ધંધાના સંબંધમાં કરવામાં આવેલ યાત્રા લાભદાયક રહેશે.
મીનઃ જીવનસાથી તરફથી પ્રેમ મળશે, જીવનસાથી સાથે કેટલીક સુંદર ક્ષણો વિતાવવાનો મોકો મળશે. નોકરી કરતા લોકો પૂરી ક્ષમતા સાથે કામ કરશે તો સારા પરિણામ મળશે. કામની પ્રશંસા થશે અને બોસ ખુશ થશે. ભાગીદારીના ધંધામાં નફો મળશે અને ભાગીદારો સાથેના સંબંધો સારા રહેશે.
(નોંધ: ઉપરોક્ત માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતુ નથી.)