CSK ની હાર બાદ સ્ટેડિયમમાં રડવા લાગી એક્ટ્રેસ શ્રુતિ હાસન, જુઓ VIDEO
IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સને સતત હારતા જોવાની કોઈને આદત નહોતી, પરંતુ આ સિઝનમાં મામલો અલગ છે. હારની કહાની રુતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપથી શરૂ થઈ હતી. એવું લાગતું હતું કે કિસ્મતના ઘની તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોની તેને બદલી નાખશે, પરંતુ માહીની કેપ્ટનશીપમાં પણ CSKની દુર્દશા ચાલુ છે.
શુક્રવારે, સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર ખરાબ રીતે હરાવ્યું. ચેપોક સ્ટેડિયમમાં CSK ને સપોર્ટ કરવા આવેલી એક્ટ્રેસ શ્રુતિ હાસન આ હાર સહન ના કરી શકી અને લાઈવ મેચ દરમિયાન રડવા લાગી. CSK vs SRH મેચનો શ્રુતિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ચાહકો પણ દિલથી દુખી થઈ ગયા છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગોર્જિયસ સાઉથ અને બોલિવૂડ એક્ટ્રેસ શ્રુતિ હાસન સ્ટેડિયમમાં બેસીને રડી રહી છે. શ્રુતિ સ્ટાર ક્રિકેટર એમએસ ધોનીની મોટી ફેન છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. તે માહીને બેટિંગ કરતી જોવા માટે ઉત્સુક હતી. જો કે, સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં CSK કેપ્ટન કંઈ ખાસ કરી શક્યો નહીં અને માત્ર 6 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો.
ધોનીની ઇનિંગ જોઈને શ્રુતિ હાસનનું દિલ તૂટી ગયું, આ પછી જ્યારે તેની પ્રિય ટીમ હારની આરે હતી, ત્યારે શ્રુતિ હાસન પોતાનું દુઃખ ના છુપાવી શકી અને લાઈવ મેચમાં જ્યારે કેમેરાનું ધ્યાન તેના તરફ ગયું ત્યારે તે ખૂબ જ ભાવુક દેખાતી હતી. શ્રુતિ હાસનની આંખોમાં આંસુ હતા. તે પોતાની લાગણીઓને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહી હતી, પણ તેની આંખોમાંથી ટપકતા આંસુ કહી રહ્યા હતા કે તેનું હૃદય તૂટી ગયું છે.
Shruthi Hassan Crying Because of Chennai kings Lose The Important Match Against Sunrise hyderabad #ShrutiHaasan #ChennaiSuperKings #CSKvsSRH2025 pic.twitter.com/axJg47jG63
— @Actresses (@Actressespics_3) April 25, 2025