બિયર, સિગરેટથી પણ મોટી એક ખતરનાક વસ્તુના નશો કરતો આફતાબ, જાણીને હોંશ ઉડી જશે ખરેખર

ખતરનાક નશો કરતો આફતાબ, હત્યા પહેલા આવું કરી બેઠો…ક્યારેય વિચાર્યું ન હોય તેવું રહસ્ય ખુલ્યું

શ્રદ્ધા વાલકર હત્યા કેસમાં રોજ રોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. દિલ્લી પોલિસે તેમની તપાસ પણ તેજ કરી લીધી છે. શ્રદ્ધા કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાએ દિલ્હી પોલીસની પૂછપરછ દરમિયાન ઘણા મહત્વના રહસ્યો ખોલ્યા છે, સાથે જ પોતાની આદતો અંગે પણ મહત્વના ખુલાસા કર્યા છે. મીડિયાના અહેવાલો પ્રમાણે, દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આફતાબે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે ગાંજો અને અન્ય પ્રકારના ડગનો વ્યસની છે. શ્રધ્ધા તેને ગાંજો પીવાને લઇને વારંવાર ટોકતી હતી. તેણે પોલીસને જણાવ્યું કે શ્રદ્ધાની હત્યાના દિવસે એટલે કે 18 મેના રોજ પણ તે ગાંજાના નશામાં હતો.

ઘરનો ખર્ચ અને મુંબઈમાં રાખેલો સામાન દિલ્હીથી કોણ લાવશે તે અંગે બંને વચ્ચે આખો દિવસ લડાઈ ચાલી હતી. આફતાબ ઘરની બહાર ગયો, ગાંજો પીધો અને પાછો આવ્યો. આફતાબે પોલીસને કહ્યું કે તે શ્રદ્ધાને મારવા માંગતો ન હતો, પરંતુ તે તેના પર બૂમો પાડી રહી હતી. આફતાબના કહેવા પ્રમાણે, તેને અચાનક ગુસ્સો આવ્યો અને ગાંજાના નશામાં તેણે શ્રદ્ધાનું એટલું જોરથી ગળું દબાવી દીધું કે તેના શ્વાસ બંધ થઈ ગયા. આરોપીના જણાવ્યા મુજબ, તેણે 18 મેના રોજ રાત્રે 9 થી 10 વાગ્યાની વચ્ચે શ્રદ્ધાનું ગળું દબાવીને તેની હત્યા કરી હતી અને આખી રાત તેના મૃતદેહ પાસે બેસીને ગાંજો ભરેલી સિગારેટ પીતો રહ્યો હતો.

આફતાબે પોલીસ પૂછપરછ દરમિયાન શ્રદ્ધાના મૃતદેહના કેટલાક ભાગો દેહરાદૂનમાં ફેંક્યા હોવાનો પણ દાવો કર્યો છે. આ સંબંધમાં દિલ્હી પોલીસની એક ટીમ દેહરાદૂન જઈ શકે છે. આફતાબને તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરવાનો કોઇ અફસોસ નથી. તે લોકઅપમાં શાંતિથી સૂઈ રહ્યો છે. સાકેત કોર્ટે તેના રિમાન્ડમાં 5 દિવસનો વધારો કર્યો છે, એટલે કે તે હજુ થોડા દિવસ લોકઅપમાં રહેશે. આ હત્યાકાંડની કડીઓ મુંબઈથી દિલ્હી અને હવે દેહરાદૂન સુધી ફેલાઇ છે અને દિલ્હી પોલીસને તેને જોડવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. એવું પણ સામે આવ્યુ છે કે, આફતાબે આ વર્ષે માર્ચમાં પણ શ્રદ્ધાની હત્યા કરવાનું વિચાર્યું હતું,

પરંતુ પકડાઈ જવાના ડરથી તેણે તેમ કર્યું ન હતું. જો કે, આ કેસમાં એવા ઘણા સવાલ છે, જેના જવાબની પોલિસ રાહ જોઇ રહી છે. આને લઇને દિલ્લી પોલિસ મુંબઇ પહોંચી છે. દિલ્લી પોલિસ મુંબઇ એટલા માટે પહોંચી છે કારણ કે આફતાબ અને શ્રદ્ધા મામલાની ટાઇમલાઇન બનાવી શકાય, આફતાબના દાવાને વેરિફાઇ કરી શકાય, આફતાબ અને શ્રદ્ધાના કોમન મિત્રોના નિવેદન નોંધવા અને સબૂત એકઠા કરવા માટે તેમજ બંનેના પરિવાર અને સંબંધીઓ સાથે પૂછપરછ કરવા માટે, હત્યા બાદ આફતાબ બે વાર મુંબઇ આવ્યો હતો આનાથી જોડાયેલ જાણકારી માટે…

દિલ્લી પોલિસનું કહેવુ છે કે શ્રદ્ધા અને આફતાબ ડેટિંગ એપ પર મેચ થયા બાદ પહેલીવાર ક્યાં મળ્યા, તેમની વચ્ચે કેવી રીતે નજીકતા વધી. શ્રદ્ધાએ આફતાબને મલાડ વિસ્તારમાં એક નોકરી અપાવવામાં મદદ કરી હતી. ત્યાં બંનેનો વ્યવહાર કેવો હતો. આફતાબ અને શ્રદ્ધા બંને વસઇમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા, ત્યાં સોસાયટીમાં તેનો વ્યવહાર કે પછી અન્ય જાણકારી પોલિસ મેળવવા માગે છે. આ જ તર્જ પર, ઘર છોડ્યા પછી બંને નાયગાંવમાં એક મકાનમાં 11 મહિનાથી ભાડા પર રહેતા હતા. પછી 11 મહિના માટે ભાડા પર વસઈ શિફ્ટ થયો.

બંને જગ્યાએ તેણે પોતાને પરિણીત કે મંગેતર ગણાવ્યા, પોલીસ પણ તે કહાની જાણવા માંગે છે. આ સિવાય ખાસ વાત એ છે કે શ્રદ્ધાની હત્યા બાદ આફતાબ બે વખત મુંબઈ આવ્યો હતો. આમાંથી એક વખત તે પોતાના પરિવારને વસઈથી અન્ય જગ્યાએ શિફ્ટ કરવા આવ્યો હતો. આફતાબ બીજી વખત મુંબઈ આવ્યો ત્યારે માણેકપુર પોલીસે લેખિત નિવેદન નોંધ્યું હતું. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે આ દરમિયાન તેણે મુંબઈમાં કેટલાક પુરાવાનો નાશ કર્યો કે નહીં. આ તપાસ માટે દિલ્હી પોલીસ મુંબઈ પહોંચી ગઈ છે.

Shah Jina