બૉલીવુડની આ બોલ્ડ બાલાઓએ પાર્ટીમાં વરસાવ્યો કહેર, શિલ્પા શેટ્ટી, રવીના ટંડન અને મૌની રોયે ગરમ કર્યું ઇન્ટરનેટનું તાપમાન

આટલી મોટી ઉંમરે પણ બોલ્ડ દેખાય છે બોલીવુડ અભિનેત્રીઓ…શિલ્પા શેટ્ટી, રવિના ટંડનથી લઈને મૌની રોય સુધી, જુઓ PHOTOS

બોલીવુડના સિતારાઓ કોઈને કોઈ કારણે લાઇમ લાઇટમાં છવાયેલા રહેતા હોય છે, કેટલાક સિતારાઓ તેમના પહેરવેશને લઈને તો કેટલાક તેમના નિવેદનોને લઈને પણ ચર્ચામાં આવતા હોય છે, આ ઉપરાંત બોલીવુડમાં પાર્ટીનો માહોલ પણ ખાસો જામતો જોવા મળે છે. જેની અંદર બૉલીવુડની અભિનેત્રીઓ કહેર વરસાવતી જોવા મળે છે.

હાલ એવી જ એક પાર્ટીની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં બોલીવુડની ખુબસુરત બાલાઓ કાતિલ અંદાજમાં સ્પોટ થઇ હતી અને તેમને ફોટોગ્રાફરોને મન ભરીને પોઝ પણ આપ્યા હતા. તેમની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે અને ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહી છે.

આ પાર્ટીમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી, રવીના ટંડનથી લઈને મૌની રોય સુધીની અભિનેત્રીઓના જલવા ફરી એકવાર જોવા મળ્યા હતા. બોલીવુડની આ સુંદર બાલાઓ એક એવૉર્ડ શોમાં પહોંચી હતી જ્યાં તેમનો બોલ્ડ અને કાતિલ અંદાજ જોવા મળ્યો હતો. તેમને ફોટોગ્રાફરને જબરદસ્ત પોઝ પણ આપ્યા હતા.

આ પાર્ટીમાં શિલ્પાએ સિકવન્સ બોડી-હગિંગ ગાઉન પહેર્યું હતું.આ ગાઉન કેરી કરીને તે કોઈ જલપરીથી ઓછી દેખાતી ન હતી. તેણે તેના લુકને કંપલીટ કરવા માટે મિનિમલ મેકઅપ કર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા. તેના મોઢા પર રેડ લિપસ્ટિક અભિનેત્રીના લુકમાં વધારો કરી રહી હતી. ફેન્સને શિલ્પાની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.

તો આ દરમિયાન બોલીવુડના 90ના દશકની ખુબ જ સુંદર અભિનેત્રી રવીના ટંડન પણ આ એવૉર્ડ સમારંભમાં આગ લગાવવવા માટે પહોંચી હતી. તેને આ ઇવેન્ટ માટે સિક્વન્સ ડ્રેસ પસંદ કર્યો હતો. રવીના ટંડન અહીંયા ડાર્ક ગ્રીન કલરના ગાઉનમાં પહોંચી હતી. આ દરમિયાન હાથમાં વીંટી અને કાનમાં બુટ્ટી તેના સુંદર દેખાવની અંદર બોલ્ડનેસનો તડકો લગાવી રહ્યા હતા.

આ એવોર્ડ શોમાં મૌની રોયનો પણ કાતિલ અંદાજ કેમેરામાં કેદ થયો હતો. હાલમાં તે તેના લગ્નની ખબરને લઈને ખુબ જ ચર્ચામાં છે. મૌનીએ આ શો દરમિયાન ફિગર હગિંગ ટ્યુબ કેરી કરીને પહોંચી હતી. તેના આ ડ્રેસની અંદર કાળા દોરાથી ફ્લોરલ વર્ક કરવામાં આવ્યું હતું. લાઈટ મેકઅપ સાથે મૌનીએ તેના વાળને પણ ખુલ્લા રાખ્યા હતા.

ટીવી જગતની નામચીન અભિનેત્રી હિના ખાન પણ આ દરમિયાન પોતાનો જલવો વિખેરતી જોવા મળી હતી, તેને લાઈટ પિન્ક રંગનો ડ્રેસ અને લાઈટ મેકઅપ સાથે પોતાના લુકને કમ્પ્લીટ કર્યો હતો. તેને પણ ફોટોગ્રાફરને શાનદાર પોઝ આપ્યા હતા.

તો અન્ય એક ખુબ જ સુંદર બાલા સોફી ચૌધરી પણ પોતાના બોલ્ડ લુકના કારણે આ એવોર્ડ સમારંભમાં લોકોનું દિલ જીતી રહી હતી. સિલ્વર રંગના ડ્રેસમાં સોફી ખુબ જ બિન્દાસ અને બોલ્ડ નજર આવી રહી હતી.

આ દરમિયાન બૉલીવુડ અભિનેત્રી તમન્ના ભાટિયાનો પણ લુક ઉડીને આંખે વળગે તેવો હતો. તે પણ તેની સુંદરતાનો જલવો વિખેરી રહી હતી. એવોર્ડ શોમાં તેનો બોલ્ડ અવતાર લોકોને આકર્ષિત કરી રહ્યો હતો. પિન્ક અને પર્પલ કોમ્બિનેશનમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

તો સિલ્વર રંગના ડ્રેસની અંદર અમાયરા દસ્તુર પણ તેની બોલ્ડનેસનો જલવો બતાવતી જોવા મળી હતી. તેને પણ ફોટોગ્રાફરને એકથી એક શાનદાર પોઝ આપ્યા હતા.

માત્ર અભિનેત્રીઓ જ નહિ અભિનેતાઓ પણ આ પાર્ટીની શાન બન્યા હતા. આ દરમિયાન અભિનેતા જાયદ ખાન પણ ડેશિંગ અંદાજમાં સ્પોટ થયો હતા.

તો આ દરમિયાન બિગબોસ 15ના ઘરમાંથી બહાર થયેલો વિશાલ કોટીયાનીનો પણ આ એવોર્ડ શો દરમિયાન એક અલગ સંવેગ જોવા મળ્યો હતો.

(તમામ તસવીર સૌજન્ય: વિરલ ભાયાણી)

Niraj Patel