શેફાલી જરિવાલાએ શેર કરી એવી તસવીરો કે ચાહકોને કહેવુ પડ્યુ કે, હજી પણ 25ની લાગે છે…

ગુજરાતી એક્ટ્રેસ શેફાલી જરિવાલાએ જાલીદાર ટોપમાં આપ્યા કાતિલાના પોઝ, 7 તસવીરો જોતા જ ચોકી જશો

કાંટા લગા ગર્લ શેફાલી જરિવાલા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે. હાલમાં થોડા સમય પહેલા જ શેફાલીએ ઘણી હોટ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.(Image Credit/Instagram-shefalijariwala)

એકવાર ફરી શેફાલી તેની સિઝલિંગ તસવીરોને લઇને ચર્ચામાં આવી છે. શેયર્ડ તસવીરોમાં આરપાર દેખાય તેવા ટોપમાં શેફાલી ઘણી ગ્લેમરસ અને હોટ લાગી રહી છે.

શેફાલીએ ક્રિમ કલરનું ક્રોચેટ ફેબ્રિકવાળુ જાળીદાર ટોપ પસંદ કર્યુ છે. આ આઉટફિટમાં ડીપ નેકલાઇન બનેલી છે. આ સાથે મેચિંગની બ્રાલેટ અભિનેત્રીએ વેઅર કરી છે.

આ તસવીરોમાં શેફાલીએ જે ક્રીમ કલરનું ક્રોશિયાનું ટોપ પહેર્યુ છે તે ઘણુ રિલીવિંગ છે. તે એક ટેબલ પર પગ રાખી ઘણા બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

શેફાલીના ટોપથી તેની તસવીરોનું બેકગ્રાઉંડ ઘણુ મેચ થાય છે. જે તેની તસવીરોને વધાારે ખૂબસુરત બનાવે છે. શેફાલીએ આ સાથે વાળને ખુલ્લા રાખ્યા છે અને મેકઅપ પણ કેરી કર્યો છે.

આ લુકમાં શેફાલીની તસવીરો સામે આવતા જ લોકોએ કમેન્ટોનો વરસાદ શરૂ કરી દીધો હતો અને એક યુઝરે તો લખ્યુ કે, હજી પણ 25ની લાગી રહી છે. ઘણા એ તો આ તસવીરો પર ફાયરનું અને હાર્ટનું ઇમોજી શેર કર્યુ હતુ.

શેફાલી થોડા સમય પહેલા જ માલદીવમાં વેકેશન એન્જોય કરીને આવી છે. તેણે માલદીવથી સતત તેની બોલ્ડ અને ખૂબસુરત તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

Shah Jina