“ડાહી સાસરે ના જાય અને ગાંડીને શિખામણ આપે તે આનું નામ” માસ્ક પહેર્યા વગર આ મહિલાએ વૃદ્ધને માસ્ક પહેરવા આપી સલાહ, જુઓ વીડિયો

કોરોના વાયરસની પહેલી અને બીજી લહેરે ખુબ જ તબાહી મચાવી હતી, છેલ્લા થોડા સમયથી કોરોના શાંત પણ થયો પરંતુ હવે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ખતરો વધ્યો છે. આ કોરોના સમયની અંદર કેટલીક વસ્તુઓ બદલાઈ ગઈ, ખાસ કરીને આપણું જીવન. કોરોનામાં એક વાત જાણવા મળી કે પોતાનું ધ્યાન પોતે જ રાખવું પડશે અને તેના કારણે જ લોકો હાથ સૅનેટાઇઝ કરતા રહે છે અને જાહેર સ્થળો ઉપર માસ્ક પણ ફરજીયાત પહેરતા હોય છે.

આ બધા વચ્ચે જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક મહિલા ફલાઇટમાં એક વૃદ્ધ વ્યક્તિને માસ્ક ના પહેરવા ઉપર થપ્પડ મારતી જોવા મળી રહી છે. સૌથી વધારે હેરાનીની વાત તો એ છે કે આ મહિલાએ પોતે જ માસ્ક પહેર્યું નહોતું. પ્લેનમાં આ વૃદ્ધ વ્યક્તિએ પોતાનું માસ્ક કાઢી નાખ્યું હતું, જેના કારણે મહિલા આ વૃદ્ધ ઉપર ગુસ્સે ભરાઈ ગઈ અને બધાની સામે જ થપ્પડ મારી દીધી.

આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના અમેરિકાની છે. અમેરિકાના ફ્લોરિડાના ટામ્પાથી જોર્જિયાના એટલાન્ટા જવા વાળી ડેલ્ટા ફલાઇટમાં આ મહિલાની બબાલનો વીડિયો સામે આવ્યો છે. આ મહિલાએ એટલા માટે બબાલ મચાવી કે વૃદ્ધે માસ્ક નહોતું પહેર્યું.

જેના બાદ મહિલા કોરોનાના નિયમોનો હવાલો આપતા વ્યક્તિ સાથે ઝઘડવા લાગી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખુદ મહિલાએ પોતાનો ફેસ માસ્ક યોગ્ય રીતે નથી પહેર્યો. મહિલાનું માસ્ક તેની દાઢીની નીચે લટકાઈ રહ્યું છે. પરંતુ મહિલા તે વૃદ્ધ વ્યક્તિને કોરોનાના નિયમોનું પાલન કરાવી રહી છે. જેના કારણે મહિલાએ વૃદ્ધ વ્યક્તિને થપ્પડ પણ મારી દીધી.

 

View this post on Instagram

 

A post shared by TRILLBILLY 🅿️ (@whiskeytattoo)

આ ઘટના સામે આવ્યા બાદ મહિલાની ફરિયાદ કરવામાં આવી અને તેની એફબીઆઈએ ધરપકડ પણ કરી લીધી. વીડિયોમાં દેખાઈ રહેલી મહિલાનું નામ પેટ્રિશિયા કોર્નવોલ છે. વીડિયોમાં તે ખુબ જ ગુસ્સામાં નજર આવી રહી છે અને તે વારંવાર વૃદ્ધ વ્યક્તિને માસ્ક લગાવવાનું કહી રહી છે.

Niraj Patel