CSનું પેપર ક્લિયર કરી ચૂકી છે આ મશહૂર ભારતીય ક્રિકેટરની પત્ની, કેક વેચી કરે છે કરોડોની કમાણી- જાણો નેટવર્થ

કેક વેચી કરી રહી છે કરોડોની કમાણી, અભ્યાસમાં સુપરહિટ, ભારતીય ઓલરાઉન્ડરની ખૂબસુરત પત્ની છે ખૂબ ટેલેન્ટેડ

ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓની પત્નીઓ ખાલી નથી બેસતી. કેટલીક બિઝનેસની દુનિયામાં સક્રિય છે તો કેટલીક રાજકારણમાં.
ત્યારે ટીમના ઓલરાઉન્ડર ખેલાડી શાર્દુલ ઠાકુરની પત્ની મિતાલી પારુલકર પણ બિઝનેસની દુનિયામાં શાનદાર બેટિંગ કરે છે. અભ્યાસમાં તે કોઈથી ઓછી નથી. મિતાલી એક બેકરી કંપનીની માલિક છે.

તેણે પોતાના બિઝનેસમાંથી કરોડો રૂપિયાની નેટવર્થ બનાવી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મિતાલીનું મહારાષ્ટ્રના થાણેમાં ઓલ જૈઝ બેકરી નામનું સ્ટાર્ટઅપ છે. તેની બેકરી શહેરની સૌથી પ્રખ્યાત બેકરી છે, જેની શરૂઆત વર્ષ 2020માં કરી હતી. ઓલ ધ જૈઝ – લક્ઝરી બેકર્સ જે વિવિધ પ્રકારની કેક, કૂકીઝ, બ્રેડ, બન વગેરે વેચે છે.

મિતાલીએ આ બિઝનેસથી 2થી3 કરોડ રૂપિયાની નેટવર્થ બનાવી છે. મિતાલી અભ્યાસમાં ઘણી આગળ છે.મિતાલીનો જન્મ 1992માં મુંબઈમાં થયો હતો, તેના પિતા મોટા બિઝનેસમેન છે. તેણે તેનું પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં જ કર્યું હતું. તેણે કોમર્સમાંથી સ્નાતક થયા પછી સીએ બનવાનું નક્કી કર્યું. જો કે, બાદમાં તેણે કોર્પોરેટ જગતમાં પ્રવેશ કર્યો.

મિતાલી એક કંપનીમાં કંપની સેક્રેટરી તરીકે કામ કરતી હતી. થોડો સમય કામ કર્યા બાદ તેણે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું. શાર્દુલ ઠાકુર અને મિતાલી લગ્ન પહેલા એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાર્દુલ અને મિતાલી બંને એકબીજાને સ્કૂલના સમયથી ઓળખે છે.

તેમની વચ્ચે શાળા સમયથી મિત્રતા હતી જે પછી લગ્નમાં પરિણમી. મિતાલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હજારો ફોલોઅર્સ છે. ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરની પત્ની મિતાલી ક્રિકેટથી દૂર બિઝનેસમાં શ્રેષ્ઠ છે.

શાર્દુલ ઠાકુરે વર્ષ 2017માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2020-21માં ઓસ્ટ્રેલિયામાં ભારતની ઐતિહાસિક જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે IPLમાં પણ સતત રમી રહ્યો છે. શાર્દુલે વર્ષ 2023માં મિતાલી સાથે લગ્ન કર્યા હતા.

Shah Jina