જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શનિ ગ્રહ 17 એપ્રિલ 2026 થી 17 મે 2026 સુધી ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના ચોથા પદમાં ગોચર કરશે. શનિનું આ નક્ષત્ર પરિવર્તન તમામ રાશિઓ પર અસર કરશે, પરંતુ વૃષભ, કન્યા, ધનુ અને કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો પડકારજનક રહેવાની શક્યતા છે. આ દરમિયાન ધનહાનિ, કાર્યમાં નિષ્ફળતા અને માનસિક તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

શનિદેવ જ્યારે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના અંતિમ ચરણમાં ભ્રમણ કરે છે, ત્યારે તેની અસર ખૂબ જ ઊંડી હોય છે. આ ગોચર દરમિયાન ખાસ કરીને 4 રાશિના જાતકોએ અત્યંત સાવચેત રહેવું પડશે.

વૃષભ રાશિ:
શનિનું આ ગોચર તમારી કસોટી કરી શકે છે. વ્યાપારમાં મોટું રોકાણ કરવાનું ટાળવું. પારિવારિક મતભેદોને કારણે માનસિક તણાવ વધી શકે છે. જૂના દેવાને કારણે ચિંતામાં વધારો થશે.

કન્યા રાશિ:
આર્થિક વ્યવહારોમાં ખૂબ જ સાવધાની રાખવી. આવક કરતા ખર્ચનું પ્રમાણ વધી શકે છે. વ્યાપારમાં મોટા નિર્ણયો અત્યારે ન લેવા હિતાવહ છે. ઘરમાં વિવાદો ટાળવાનો પ્રયાસ કરવો.

ધનુ રાશિ:
આ સમયગાળામાં ધનહાનિના પ્રબળ યોગ છે. કરિયરમાં અવરોધો આવી શકે છે અને ઓફિસમાં સહકર્મીઓ સાથે તણાવ રહી શકે છે. બિઝનેસમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો.

કુંભ રાશિ:
તમારા માટે આ સમય સંઘર્ષથી ભરેલો હોઈ શકે છે. શારીરિક અને માનસિક થાક વર્તાશે. સુખ-સુવિધાઓમાં અચાનક ઘટાડો થઈ શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે.
જ્યોતિષીઓના મતે, આ મુશ્કેલ સમયમાં હિંમત હારવાને બદલે ધીરજ રાખવી અને હનુમાનજી કે શનિદેવની ઉપાસના કરવી રાહત આપી શકે છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
