એપ્રિલ 2026નો મહિનો બુધ ગ્રહના ગોચરની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો સાબિત થશે. 11 એપ્રિલથી શરૂ કરીને 30 એપ્રિલ સુધી બુધ ગ્રહ મીન અને મેષ રાશિ સહિત ઉત્તરભાદ્રપદ, રેવતી અને અશ્વિની નક્ષત્રમાં ભ્રમણ કરશે. બુધની આ બદલાતી ચાલને કારણે મકર, વૃષભ અને કુંભ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન, વેપારમાં વૃદ્ધિ અને આર્થિક લાભ થવાની પ્રબળ શક્યતા છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહોના રાજકુમાર બુધ એપ્રિલ મહિનામાં અનેક મહત્વપૂર્ણ ગોચર કરવા જઈ રહ્યા છે. 11 એપ્રિલે બુધ મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારબાદ વિવિધ નક્ષત્રોમાં ભ્રમણ કરતા 30 એપ્રિલ 2026 ના રોજ મેષ રાશિમાં પદાર્પણ કરશે.

મકર રાશિ:
આ રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો આર્થિક દ્રષ્ટિએ વરદાનરૂપ સાબિત થશે. તમે નાણાકીય લાભ માટે જે પણ યોજનાઓ બનાવી હશે તે સફળ થતી જણાશે. ઓફિસમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે અને લવ લાઈફમાં રોમાન્સ જળવાઈ રહેશે.

વૃષભ રાશિ:
બિઝનેસ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ ગોચર ખૂબ જ ફાયદાકારક રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનું યોગ્ય ફળ મળશે. કાર્યસ્થળ પર ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે અને દાંપત્ય જીવનમાં મધુરતા આવશે.

કુંભ રાશિ:
બુધની વિશેષ કૃપાથી તમારી પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. જો તમે લાંબા સમયથી સંતાન સુખ કે કોઈ સારા સમાચારની રાહ જોઈ રહ્યા હોવ તો તે પૂરી થઈ શકે છે. પરિવાર સાથે કોઈ પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)