જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ અત્યારે એક અત્યંત મહત્વની ઘટના ઘટી રહી છે. ગ્રહોના સેનાપતિ મંગળ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ્યા છે, જ્યાં ન્યાયના દેવતા શનિ મહારાજ પહેલેથી જ બિરાજમાન છે. ૩૦ વર્ષ બાદ શનિ અને મંગળની આ ‘મહાયુતિ’ મીન રાશિમાં થઈ રહી છે. આ સંયોગ 4 ખાસ રાશિઓ – વૃષભ, મિથુન, સિંહ અને તુલા માટે અત્યંત ભાગ્યશાળી સાબિત થવાનો છે.

અવકાશી ગ્રહોની ચાલમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. મંગળના ગોચરને કારણે મીન રાશિમાં શનિ અને મંગળની યુતિ થઈ છે. જ્યોતિષીય ગણતરી મુજબ 30 વર્ષના લાંબા ગાળા બાદ આ યુતિ સર્જાઈ છે, જે અમુક રાશિના જાતકો માટે પ્રગતિ અને ધનલાભના દ્વાર ખોલશે.

આ ૪ રાશિઓ માટે સમય છે સોના જેવો:

વૃષભ રાશિ:
આર્થિક સ્થિતિ મજબૂત બનશે. એકથી વધુ આવકના સ્ત્રોત ઉભા થશે. સાઈડ બિઝનેસ શરૂ કરવા માટે શ્રેષ્ઠ સમય છે. કાર્યક્ષેત્રમાં આગળ વધવાની નવી તકો મળશે.

મિથુન રાશિ:
ધનલાભના યોગ છે. નોકરીમાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ તો સમય સાનુકૂળ છે. જૂના દેવામાંથી મુક્તિ મળશે.

સિંહ રાશિ:
રોકાણ અને મિલકત સંબંધિત બાબતોમાં મોટો ફાયદો થશે. નવું વાહન, મકાન કે પ્લોટ ખરીદવા માટે ઉત્તમ યોગ છે. જૂની બીમારીઓથી રાહત મળશે અને સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા રાશિ:
તમારી નિર્ણય લેવાની ક્ષમતા અને નેતૃત્વમાં નિખાર આવશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી કરિયરમાં મોટો ઉછાળો આવશે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)