જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મફળદાતા માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, શનિદેવ વ્યક્તિને તેનાં કર્મોના આધારે જ ફળ આપે છે. તેથી જ શનિની ચાલ કે નક્ષત્રમાં થતા ફેરફારની સીધી અસર તમામ 12 રાશિઓના જાતકો પર જોવા મળે છે.હાલમાં શનિદેવ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં વક્રી ગતિ (ઊંધી ચાલ) કરી રહ્યા છે. જોકે, આગામી સમયમાં શનિની ચાલ અને નક્ષત્રમાં બે મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જે કેટલીક રાશિઓ માટે અત્યંત ભાગ્યશાળી અને લાભદાયી સાબિત થશે.

શનિની ગોચર ચાલમાં ફેરફાર અને 96 દિવસનો શુભ સમય
વૈદિક પંચાંગ અનુસાર, 11 ડિસેમ્બર 2026ના રોજ શનિદેવ માર્ગી (સીધી ચાલ) થશે. ત્યારબાદ ફેબ્રુઆરી 2027માં તેઓ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાંથી નીકળીને રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિની આ બદલાતી ચાલના કારણે આગામી 96 દિવસ મુખ્યત્વે ચાર રાશિના જાતકો માટે સુવર્ણ સમય સમાન સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન નોકરી, વેપાર અને આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થવાના યોગ બની રહ્યા છે.

4 ભાગ્યશાળી રાશિઓ પર શનિદેવની સકારાત્મક અસર:

વૃષભ રાશિ: વૃષભ રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. નોકરીમાં લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓ અને અડચણો દૂર થશે. કાર્યસ્થળે તમારા કામની પ્રશંસા થશે અને ઉપરી અધિકારીઓનો પૂર્ણ સહયોગ મળશે. લાંબા સમયથી અટવાયેલાં કામોમાં ઝડપ આવશે અને તે પૂર્ણ થશે. વેપાર સાથે જોડાયેલા લોકોને આગળ વધવાની નવી તકો મળશે અને આવકમાં વધારો થવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

તુલા રાશિ: તુલા રાશિના જાતકોને કરિયરમાં પ્રગતિ અને આગળ વધવાની ઉત્તમ તકો પ્રાપ્ત થશે. નોકરીમાં તમારી મહેનત અને કામગીરીની પ્રશંસા થશે. જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને સારા સમાચાર મળી શકે છે. ઓફિસમાં નવી અને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે અને પરિવાર સાથે સુખદ સમય વિતાવવાની તક મળશે.

મકર રાશિ: મકર રાશિના જાતકો માટે આ સમયગાળો મોટી રાહત લઈને આવશે. નોકરીમાં કામનું વધારાનું દબાણ ઘટી જશે અને અધિકારીઓના સહયોગથી અઘરા કામ પણ સરળતાથી પૂર્ણ થઈ જશે. વેપારીઓને નવા વ્યાપારી ભાગીદારો કે લોકો સાથે જોડાવાની તક મળશે, જે ભવિષ્યમાં મોટો ફાયદો કરાવશે. જૂની અટકેલી યોજનાઓ પર ફરી કામ શરૂ કરી શકાશે અને અટકેલાં કામો પૂરાં થવાથી માનસિક શાંતિ મળશે.

કુંભ રાશિ: કુંભ રાશિના જાતકો હાલ શનિની સાડાસાતીના અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. આગામી દિવસોમાં તેમની પરેશાનીઓ અને મુશ્કેલીઓ ધીમે-ધીમે ઓછી થઈ જશે. લાંબા સમયથી અટકેલાં મહત્વપૂર્ણ કામો પૂરાં થવાની આશા છે. નોકરીમાં પ્રગતિની નવી તકો મળશે અને વેપારીઓને પણ અણધાર્યો લાભ થઈ શકે છે. આવકના નવા સ્રોત ઊભા થવાથી આર્થિક પાસું મજબૂત બનશે, જેનાથી આત્મવિશ્વાસ વધશે અને મનને રાહત મળશે.
Disclaimer: (ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)