દુઃખદ: દિગજ્જ સ્પીનના જાદુગરનું થયું નિધન, મૃત્યુનું કારણ જાણીને ચોંકી જશો

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ લેગ સ્પિનર​શેન વોર્નનું નિધન થયું છે. તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. તેમની ઉમર ફક્ત 52 વર્ષીય હતી. આ ક્રિકેટર ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે આ ફોર્મેટમાં 145 ટેસ્ટ મેચમાં 708 વિકેટ લીધી છે. તેણે વનડે-માં 293 વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયા સર્વકાલીન મહાન લેગ-સ્પિનર ​​શેન વોર્નનું હમણાં જ 52 વર્ષની વયે અવસાન થયું છે.વોર્નના મેનેજમેન્ટે શનિવાર (AEDT) ની વહેલી સવારે એક સંક્ષિપ્ત નિવેદન બહાર પાડ્યું, કે તે કોહ સમુઇ, થાઇલેન્ડમાં શંકાસ્પદ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્ન ઓસ્ટ્રેલિયા માટે 300થી વધુ ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો.

તેમને દુનિયાનો સૌથી મહાન લેગ સ્પિનર ​​કહેવામાં આવતો. તેની બોલિંગ સામે અનુભવી અને ભલભલા બેટ્સમેન પણ રમવામાં થાપ ખાઈ જતા હતા. જોકે, એ અલગ વાત છે કે સચિન તેંડુલકરની સામે તે બહુ પ્રભાવી સાબિત થયો નહોતો. ટેસ્ટ ક્રિકેટમાં તેની 708 વિકેટ છે. આ સાથે જ તેણે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 293 વિકેટ ઝડપી છે. આ સિવાય તે આઈપીએલ સિઝન વનનું ટાઈટલ જીતનાર રાજસ્થાન રોયલ્સની ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે.

આ ક્રિકેટરે જાન્યુઆરી 2007માં ઓસ્ટ્રેલિયાના ઈંગ્લેન્ડ પર 5-0ની શ્રેણીની જીતના અંતમાં ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લીધો હતો. તે સમયે ઓસ્ટ્રેલિયન ટીમના ત્રણ કરીએક્ટર પણ રિટાયર્ડ થયા હતા જેમાં ગ્લેન મેકગ્રા, ડેમિયન માર્ટિન અને જસ્ટિન લેંગર. ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ વૉર્ન હેમ્પશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ અને પ્રથમ શ્રેણી ક્રિકેટ રમ્યા હતા. 2008માં IPL ટીમ રાજસ્થાન રોયલ્સના કોચ અને કેપ્ટનની ભૂમિકા નિભાવી અને જીત અપાવી.

 

View this post on Instagram

 

A post shared by Jessika (@jessika_power)

1992થી 2007 સુધી 145 ટેસ્ટ મેચ વૉર્ન રમ્યા હતા જેમાં 25.41 ની બોલિંગ એવરેજથી 708 વિકેટો લીધી હતી. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી શેન વોર્નનું 52 વર્ષની વયે થાઈલેન્ડમાં હાર્ટ એટેકથી નિધન થયું હતુ. તેના મેનેજમેન્ટ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. આ જ કિસ્સામાં, એવું પણ જાણવા મળ્યું છે કે શેન વોર્ન થાઇલેન્ડમાં કોહ સમુઇના ખાનગી વિલામાં તેની સાથે ત્રણ મિત્રો હતા. ઘટના

 

View this post on Instagram

 

A post shared by Jessika (@jessika_power)

સમયે મિત્રોએ લગભગ 20 મિનિટ સુધી શેન વોર્નનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થઈ શક્યા નહિ. આ મામલાની તપાસ કરી રહેલી થાઈલેન્ડ પોલીસે આ માહિતી આપી છે. જોકે, પોલીસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે શેન વોર્નના મોતમાં અત્યાર સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. પોલીસના જણાવ્યા અનુસાર, વોર્ન અને અન્ય ત્રણ મિત્રો ખાનગી વિલામાં રોકાયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Jessika (@jessika_power)

ઓસ્ટ્રેલિયાના રિયાલિટી શો સ્ટાર અને મોડલ જેસિકા પાવરે દિગ્ગજ ક્રિકેટર શેન વોર્ન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઘણા મેસેજ લીક કરીને તેણે ઓસ્ટ્રેલિયન દિગ્ગજને સનકી ગણાવ્યો હતો. વોર્ન માટે આ વિવાદ નવો નહોતો. આ પહેલા પણ તેનું નામ અનેક વિવાદો સાથે જોડાઈ ચૂક્યું છે.

જેસિકાએ તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર સ્ટોરી પોસ્ટ કરતી વખતે વોર્નના મેસેજનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. મેસેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વોર્ન તેને હોટલના રૂમમાં મળવા માટે કહી રહ્યો છે. પરંતુ જેસિકાએ સ્પષ્ટપણે આ વાતને નકારી કાઢીને કહ્યું કે તે આ પ્રકારની છોકરી નથી. જેના સ્ક્રીનશોટ પણ વાયરલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Jessika (@jessika_power)

બિગ બ્રધર વીઆઈપી શોમાં વાત કરતા જેસિકાએ કહ્યું, ‘ગયા અઠવાડિયે જ્યારે વોર્ને મને કેટલાક મેસેજ મોકલ્યા ત્યારે મને ખૂબ જ વિચિત્ર લાગ્યું. તેણે મને કેટલીક વસ્તુઓ મોકલી જે વાંધાજનક હતી. જ્યારે મેં કેટલાકને જવાબ આપ્યો, ત્યારે તેમની તરફથી અશ્લીલ (એક્સ-રેટેડ) મેસેજ આવવા લાગ્યા. હું વિશ્વાસ કરી શકતી નહોતી કે તેઓ આવા સંદેશા મોકલી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Jessika (@jessika_power)

ડેઈલી મેલના અહેવાલ મુજબ, અન્ય 30 વર્ષની મોડલ એલી ગોન્સાલ્વેસે પણ કહ્યું કે તેને પણ શેન વોર્નના કેટલાક મેસેજ છે. તેણે કહ્યું કે, ‘વોર્ને મારી સાથે પણ આવું કર્યું. તેણે મને ડાયરેક્ટ મેસેજ કર્યો અને બહાર મળવા આમંત્રણ આપ્યું. પરંતુ મારી પાસે તેના માટે સમય નથી હું છેલ્લા 13 વર્ષથી રોસ શટ્સ સાથે સંબંધમાં છું.

 

View this post on Instagram

 

A post shared by Jessika (@jessika_power)

શેન વોર્નનો વિવાદો સાથે ઊંડો સંબંધ છે. 1994માં તેના પર બુકીને પિચની માહિતી આપવાનો આરોપ લાગ્યો હતો. આ પછી, તે 2003 ODI વર્લ્ડ કપમાં ડોપિંગ માટે દોષી સાબિત થયો હતો અને તેના પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એક બ્રિટિશ નર્સે પણ તેના પર અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ પરણિત વોર્ને તેનો સ્વીકાર કર્યો હતો. તે દિવસોમાં વોર્ન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો વાઈસ કેપ્ટન હતો, ત્યારબાદ તેને પણ આ પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો.

YC