બિગ બોસમાં રાજ કુન્દ્રાની સાળી શમિતા શેટ્ટીએ કર્યો ધડાકો: કહ્યું કે બે બાળકોની માતા બનવા માંગે છે અને

બોલિવુડ અભિનેત્રી શમિતા શેટ્ટી અને રાકેશ બાપતનું કનેક્શન બિગબોસ ઓટીટીના હાઉસમાં સૌથી વધારે એડોરેબલ છે. શમિતા અને રાકેશ વચ્ચેનો બોન્ડ દિવસને દિવસે સ્ટ્રોન્ગ થઇ રહ્યો છે. રાકેશનું નામ સાંભળતા જ શમિતા બ્લશ કરવા લાગે છે. બંને વચ્ચે વધી રહેલ ખૂબસુરત કેમેસ્ટ્રી ચાહકોને પણ ઘણી સારી લાગી રહી છે.

રાકેશ અને શમિતા એકબીજાને પોતાના દિલની વાતો પણ શેર કરતા રહે છે. ગયા દિવસમાં જ લાઇવ એપિસોડમાં શમિતા રાકેશ સાથે બાળકો વિશે વાત કરતી જોવા મળી હતી. લિવિંગ એરિયામાં રાકેશ સાથે વાત કરતા શમિતાએ કહ્યુ કે, હું કયારેક-કયારેક વિચારુ છુ કે મને બાળકો જોઇએ. પછી મને લાગે છે હવે આ ઉંમરમાં બે બાળકો, પરંતુ તમે કોઇ એક સાથે અનફેર નથી કરી શકતા. તે બાદ બંને લાંબાો પોઝ લે છે અને એકબીજાની સામે જુએ છે.

રાકેશ અને શમિતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. શમિતા અને રાકેશના એક ચાહકે આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે અને આ સાથે કેપ્શનમાં લખ્યુ છે કે, શમિતા-રાકેશ બાળકો વિશે ડિસ્કસ કરી રહ્યા છે અને તે બાદનો ઓકવર્ડ સાઇલેંસ. શમિતા અને રાકેશનું કનેક્શન દિવસે દિવસે વધારે રિયલ થઇ રહ્યુ છે.

શમિતા રાકેશને લઇને ઘણી પઝેસિવ જોવા મળી રહી છે. રાકેશ જયારે પણ દિવ્યા સાથે વાત કરે છે તો શમિતા ગુસ્સે થઇ જાય છે. આ વાતને લઇને બધા ઘરવાળઆ શમિતા અને રાકેશની મજાક પણ ઉડાવે છે. છેલ્લા દિવસોની વાત કરીએ તો, રાકેશને નોમિનેશનથી સેવ કરવા નાટે શમિતાએ તેનો ફેમિલી લેટર વાંચ્યા વગર જ ફાડી દીધો.

શમિતા બેઘર થવા માટે નોમિનેટ થઇ ગઇ. આ ઉપરાંત જયારે બિગબોસે કનેક્શન્સને મોકો આપ્યો કે તેઓ તેમના પાર્ટનર બદલી શકે છે તો શમિતાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ કે રાકેશ સિવાય તે બીજા કોઇ સાથે કનેક્શન બનાવવા માંગતી નથી. ઉલ્લેખનીય છે આ પહેલાના એપિસોડમાં સની લિયોની બિગબોસના ઘરમાં આવી હતી. સનીના આવતા જ શમિતા શેટ્ટી અને રાકેશને સાથે સૂતા જોવામાં આવ્યા.

રાકેશે શમિતાનો હાથ પકડી વાતો કરી અને ભાવુક થઇ ગયા. રાકેશ કહેવા લાગ્યા કે આજનો દિવસ એ છે તે જયારે તેના જીવનમાં મોટો બદલાવ આવ્યો. તે નિર્ણય બાદ તેનું જીવન બદલાઇ ગયુ. શમિતાએ આ વાત પર પૂછ્યુ કે, શું આ પોઝિટિવ બદલાવ હતો, જેના પર રાકેશે કહ્યુ કે, પૂરી રીતે પોઝિટિવ ચેન્જ ન હતો. આ નિર્ણયે તેના પર ઘણી અસર કરી.

શમિતાએ આ વાત સાંભળ્યા બાદ કહ્યુ કે, આ મામલા પર વધુ વાત કરવા માંગે છે તો તે ઘરની બહાર ગયા બાદ આ વિષય પર એકવાર વાત કરી શકે છે. રાકેશને પરેશાન જોઇ શમિતા શેટ્ટીએ રાકેશને કહ્યુ કે, તે તેની બાજુમાં સૂવા માંગે છે. મજાક કરતા અભિનેત્રીએ એ પણ કહી દીધુ કે તે તેના સેક્શન પર અંગૂઠો ન રાખે. રાકેશ સાથે સૂવાની વાત પર શમિતાએ કહ્યુ કે, તે એ માટે રાકેશ સાથે સૂવા માંગે છે કારણ કે રાકેશ થોડો ઉદાસ છે. આ વાત સાંભળ્યા બાદ રાકેશ કહે છે કે, જો આવું છે તો તેની ચાહત છે કે તે રોજ ઉદાસ રહે. બંને પ્રેમ ભરેલ પળ સાથે વીતાવીશુ.

Shah Jina