સમીર વાનખેડે અને શાહરુખ ખાન વચ્ચેની ચેટ થઇ વાયરલ, કિંગ ખાને દીકરાને બચાવવા માટે કહ્યું હતું “મારા દીકરાનું ધ્યાન રાખજો…”, જુઓ બીજું શું કહ્યું ?

25 કરોડની લાંચ લેવાના મામલામાં હવે સમીર વાનખેડેએ ખેલ્યો માસ્ટર સ્ટ્રોક, શાહરુખ સાથેની ચેટ કોર્ટમાં રજૂ કરી, જુઓ શું કહ્યું હતું શાહરૂખે ?

Sameer wankhede chats with Shahrukh khan : શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં પકડવા વાળા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડાયરેક્ટર સમીર વાનખેડે છેલ્લા ઘણા સમયથી ખુબ જ ચર્ચામાં છે. ત્યારે  સમીર વાનખેડેએ હવે મોટો ખુલાસો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે શાહરૂખ ખાન અને સમીર વાનખેડેની વોટ્સએપ ચેટ્સ સામે આવી છે.

જયારે આર્યન ખાન જેલમાં હતો ત્યારે શાહરૂખે સમીર વાનખેડેને કરેલા મેસેજની ચેટ સમીર વાનખેડેએ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં આપી છે. જેમાં શાહરૂખે સમીર વાનખેડેને ઘણા મેસેજ કર્યા હતા. જે હવે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહ્યા છે અને લોકો પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

શાહરૂખે મેસેજમાં લખ્યું હતું “હું  તમારી પાસે ભીખ માંગુ છું કે તમે તેને જેલમાં ન રહેવા દો. આ રજાઓ આવશે અને તે માણસ તરીકે તૂટી જશે. તેની ભાવના નાશ પામશે. તમે વચન આપ્યું હતું કે તમે મારા બાળકને સુધારશો, તેને એવી જગ્યાએ મૂકો છો. જ્યાં તે સંપૂર્ણપણે ભાંગી અને વિખેરાઈને પાછો આવશે. ત્યાં ના મોકલશો અને આમાં તેનો કોઈ દોષ નથી.

અન્ય એક ચેટમાં કિંગ ખાને કથિત રીતે સમીર વાનખેડેને લખ્યું હતું કે હું તમને વ્યક્તિગત રીતે મળવા આવીશ જેથી હું તમને ગળે લગાવી શકું. જ્યારે તમારી પાસે સમય હોય ત્યારે મને જણાવજો, હું તમને મળીશ. ભગવાન તારુ ભલુ કરે. મહેરબાની કરીને હું તમને વિનંતી કરું છું, આર્યન સાથે નરમ રહેજો.

તમને જણાવી દઈએ કે સમીર વાનખેડે પર ભ્રષ્ટાચારનો આરોપ હતો કે તેણે આર્યન ખાનને ફસાવવા માટે 25 કરોડનો સોદો કર્યો હતો, જે બાદમાં 18 કરોડમાં ફાઇનલ કરવામાં આવ્યો હતો. આ પૈસામાંથી તે 8 કરોડ રૂપિયા લેવાનો હતો. શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ પોતે પોલીસ પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે તેણે ક્રૂઝ પર દરોડા પછી 50 કરોડ રૂપિયાની ટોકન મની કથિત રીતે આપી હતી.

Niraj Patel