“ડંકી” ફિલ્મના રિલીઝ પહેલા કિંગ ખાન પહોંચ્યો વૈષ્ણોદેવી માતાના દરબારમાં માથું ટેકવવા, વીડિયો થયા વાયરલ

એક જ વર્ષમાં ત્રીજી વાર માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે પહોંચ્યો કિંગ ખાન, હૂંડીથી છુપાવ્યો પોતાનો ચહેરો, જુઓ વીડિયો

Shah Rukh Khan Visits Vaishno Devi : બોલીવુડની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરતી હોય છે. ત્યારે  જયારે કોઈ મોટા સુપરસ્ટારની ફિલ્મ આવતી હોય છે ત્યારે ચાહકો પણ આ ફિલ્મને લઈને ખુબ જ ઉત્સાહિત જોવા મળે છે. હાલમાં જ આવેલી રણબીર કપૂરની “એનિમલ” ફિલ્મને લઈને પણ એવો જ ક્રેઝ જોવા મળ્યો હતો. ત્યારે હવે બોલીવુડના કિંગ ખાન એવા શાહરુખ ખાનની ફિલ્મ “ડંકી” પણ 21 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ રહી છે અને ફિલ્મનું પ્રમોશન પણ જોર શોરથી ચાલુ થઇ ગયું છે.

વૈષ્ણોદેવી પહોંચ્યો કિંગખાન :

ત્યારે  ફિલ્મની સફળતા માટે શાહરૂખ ખાન તાજેતરમાં માતા વૈષ્ણો દેવીના દરબારમાં દર્શન માટે પહોંચ્યો હતો. વર્ષ 2023માં આ ત્રીજી વખત છે જ્યારે કિંગ ખાન વૈષ્ણો દેવીના દર્શન માટે પહોંચ્યા હતા. એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં શાહરૂખ ખાન વૈષ્ણો દેવી પર ચડતો જોવા મળી રહ્યો છે. વર્ષ 2023 શાહરૂખ માટે ખૂબ જ લકી રહ્યું છે. આ વર્ષે તેની બે ફિલ્મો આવી – ‘પઠાણ’ અને ‘જવાન’ અને બંને બ્લોકબસ્ટર રહી હતી. ‘પઠાણ’ અને ‘જવાન’ની રિલીઝ પહેલા જ શાહરૂખ વૈષ્ણોદેવી ગયો હતો.

હૂંડીથી ચહેરો છુપાવ્યો :

હવે શાહરૂખ ખાનની નવી ફિલ્મ ડંકી ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે અને તે પહેલા તે ફરી એકવાર મા વૈષ્ણોના દરબારમાં પહોંચ્યો અને આશીર્વાદ લીધા. સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તેમાં શાહરૂખ ખાન વૈષ્ણો માના દરબારમાં મેનેજર પૂજા દદલાની સાથે જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાન કડક સુરક્ષા અને તેના સુરક્ષાકર્મીઓ વચ્ચે મા વૈષ્ણો દેવીની ઇમારત તરફ જતો જોવા મળ્યો હતો. જો કે, આ દરમિયાન શાહરૂખે જેકેટની હૂડી વડે પોતાનો ચહેરો છુપાવ્યો હતો, જેથી લોકો તેને ઓળખી ન શકે.

આ વર્ષે ત્રીજીવાર ગયો વૈષ્ણોદેવી :

એવું લાગે છે કે શાહરૂખ ખાને હવે તેની દરેક રિલીઝ પહેલા વૈષ્ણો દેવીની મુલાકાત લેવાની પરંપરા બનાવી છે. જ્યારે શાહરૂખ ‘પઠાણ’ અને ‘જવાન’ની રિલીઝ પહેલા મા વૈષ્ણોના દરબારમાં હાજરી આપી હતી, ત્યારે તે બ્લોકબસ્ટર હતી. બંને ફિલ્મોએ ઘણા રેકોર્ડ બનાવ્યા. આ પરંપરાને આગળ વધારતા શાહરૂખ ‘ડંકી’ની રિલીઝ પહેલા વૈષ્ણો માના આશીર્વાદ લેવા આવ્યો હતો. શાહરૂખની સાથે ચાહકોને પણ આશા છે કે આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે.

Niraj Patel