લાડલો દીકરો આર્થર રોડ જેલમાં હોવાથી માં-બાપ શાહરુખ-ગૌરીએ ઉઠાવ્યું મોટું પગલું…જાણો વિગત

બૉલીવુડ ફિલ્મ ઝીરોની નિષ્ફળતા પછી, લગભગ ત્રણ વર્ષના લાંબા બ્રેક બાદ કિંગ ખાન સેટ પર પાછો ફર્યો છે. શાહરૂખ ખાન ઘણી મોટી મોટી બ્રાન્ડનો ફેસ છે. આવી સ્થિતિમાં SRK આ ફેસ્ટિવ સિઝનમાં નવી જાહેરાતો અને ફિલ્મો કરવા જઇ રહ્યો હતો.

પરંતુ, આ દરમિયાન, પુત્ર આર્યનના કેસ એટલી હદે ચગ્યો કે દીપિકા સાથે ફિલ્મ પઠાન અને સાઉથના ડિરેક્ટર અતલીની ફિલ્મનું શૂટિંગ અનિશ્ચિત સમય માટે રોકી દેવામાં આવ્યું છે. SRK ના લાડલા આર્યન ખાન મુંબઈના ક્રૂઝમાં થનારી પાર્ટીના કેસમાં ફસાયેલો છે. આર્યન ખાનને મળેલા કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા છે.

આ સમયે મોટા મોટા સેલિબ્રિટીઓ, શાહરૂખ ખાન અને તેમના પરિવારને સપોર્ટ કરી રહ્યા છે. હવે એક્ટર શેખર સુમન પણ શાહરૂખ ખાન અને તેમના પરિવારના સપોર્ટમાં ટ્વીટ કરી છે. અભિનેતા શેખર સુમને પોતાના ટ્વીટ દ્વારા જણાવ્યુ કે જ્યારે તેમના 11 વર્ષના પુત્રનુ દેહાંત થયુ, તો માત્ર SRK ખાન જ એવા એક્ટર હતા જે તેમને મળવા ગયા હતા.

તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, જ્યારે મે મારા મોટા પુત્ર આયુષને 11 વર્ષની ઉંમરમાં ગુમાવ્યો હતો. SRK એક માત્ર એવા એક્ટર હતા જે પર્સનલી મને ફિલ્મ સિટીમાં શૂટિંગ દરમિયાન મળવા આવ્યા હતા. તેમને મને ગળે લગાવ્યો અને મારા પુત્ર ગુમાવ્યા પર દુ:ખ વ્યક્ત કર્યુ હતુ. મને એ સમજીને ઘણુ દુ:ખ થાય છે કે તેમની પર એક પિતા તરીકે શુ વિતી રહ્યુ હશે.

શેખર સુમને એક અન્ય ટ્વીટ લખી, શાહરૂખ ખાન અને ગૌરી માટે મારુ દિલ રડે છે. એક પેરેન્ટ હોવા તરીકે હુ સમજી શકુ છુ કે આ સમયે તેની પર શુ પસાર થઈ રહ્યુ હશે. માતા-પિતા માટે આવો સમય બિલકુલ સરળ નથી.

મુંબઇ ક્રૂઝ ડગ કેસ મામલે આર્યન ખાન સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાનના જંલમાં બંધ હોવાને કારણે પિતા શાહરૂખ ખાન અને માતા ગૌરી ખાનની ઊંઘ ઉડી ગઇ છે. તેમને દિવસ રાત દીકરાના સ્વાસ્થ્યની ચિંતા સતાવે છે. આ જ કારણ છે કે શાહરૂખ ઘણીવાર દીકરાનો હાલચાલ લેતા રહે છે. આ વાતની જાણકારી શાહરૂખના નજીકના વ્યક્તિએ એક મીડિયા હાઉસને આપી હતી.

ઇન્ડિયા ટુડેને શાહરૂખ ખાનના કોઇ નજીકના વ્યક્તિએ જાણકારી આપી કહ્યુ કે, શાહરૂખ ખાન અને ગૌરી ખાન ઘણા પરેશાન છે. તે ઘણીવાર દીકરાની ચિંતામાં રાતભર જાગતા રહે છે. બંનેને લાગ્યુ ન હતુ કે આ મામલો લાંબો ચાલશે. જેવી જ આર્યનની ધરપકડની ખબર આવી તો શાહરૂખે તરત ફોન કરી દેશના બેસ્ટ લીગલ એક્સપર્ટથી આ મામલા પર સલાહ લીધી.

શાહરૂખ ખાન દ્વારા વરિષ્ઠ વકીલ સતીશ માનશિંદેનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમણે શાહરૂખને વિશ્વાસ અપાવ્યો કે આર્યન જલ્દીથી બહાર આવી જશે. જો કે, આવુ ન થયુ. કારણ કે અદાલતે આર્યનની જમાનત અરજી નકારી દીધી અને એ આધારે નકારી કે આ અસ્થિર હતી અને આ ખબરે વાસ્તવમાં પરિવારને હલાવીને રાખી દીધી છે. આગળ લખ્યુ કે, શાહરૂખ ઘણી રાતોથી ઊંઘ્યા નથી.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાને કેસ પર ફોલોઅપ બનાવેલુ છે અને દીકરા માટે NCB અધિકારીઓના સંપર્કમાં છે. ગૌરી અને શાહરૂખ દીકરાના સ્વાસ્થને લઇને દિવસમાં ઘણીવાર ફોન કરે છે. ભલે તેમની આર્યન સાથે સીધી પહોંચ નથી પરંતુ તે કેમ છે તેની જાણકારી પરિવાર સુધી પહોંચાડવામાં આવી રહી છે. અહીં સુધી કે ઘરનું બનાવેલુ ખાવાનું અને કેટલોક સામાન પણ આર્યનને મોકલવાની ગુજારિશ પણ કરવામાં આવી છે.

સતીશ માનશિંદે દ્વારા સેશન કોર્ટમાં જામીન અરજી કરી હતી અને તેની સુનાવણી 11 ઓક્ટોબરના રોજ થઇ હતી. સેશન્સ કોર્ટે 13 ઓક્ટોબરના રોજ સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો. એટલે કે હવે આર્યન ખાન જેલમાંથી બહાર આવશે કે કેમ એ 13 ઓક્ટોબરના રોજ ખબર પડશે.

બાદશાનના લાડલા દીકરા આર્યન ખાનની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર સતત વિરોધ થઈ રહ્યો છે. અભિનેતાને બોય કોટ કરવા માટે ‘#Boycott_SRK_Related_Brands’ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તમામ મોટી બ્રાન્ડે તેમની જાહેરાતો અને ડીલ અનિશ્ચિત સમય માટે રોકી દીધા છે. મતલબ આ ફેસ્ટિવ સિઝને શાહરૂખને આર્થિક ફટકો પણ આપ્યો છે.

Shah Jina