વડોદરામાં વ્યાજખોરોનો ત્રાસ સહન ના કરી શક્યો સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતો યોગેશ, સુસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવી લીધું, પરિવારનું આક્રંદ

“મારા માર્યા પછી આ લોકોને છોડતા નહિ..”, સુસાઇટ નોટ લખીને સિક્યુરિટી ગાર્ડે બેડરૂમમાં જ પંખે ઓઢણી બાંધી જીવન ટૂંકાવ્યું…

Security Guard Suicide In Vadodara : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાત (Suicide) ના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પારિવારિક ઝઘડાના કારણે આપઘાત કરી લેતું હોય છે. આ ઉપરાંત ઘણા લોકો વ્યાજખોરોના ત્રાસથી પણ પોતાનું જીવન ટૂંકાવી લેવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલ એવી જ એક ઘટના વડોદરા (Vadodara) માંથી સામે આવી છે. જ્યાં એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો.

સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો યોગેશ:

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા નેશનલ હાઇવે પર આવેલ એલ એન્ડ ટી નોલેજ સિટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહેલા યોગેશ પવારે ગળે ટુંપો ખાઈને આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેને કંપનીના સુપરવાઈઝર સહીત 3-4 લોકો તેની પાસે 10 ટકા વ્યાજ માંગતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ એ લોકોને સજા અપાવવાની પણ માંગ કરી છે.

10 ટકા વ્યાજ માંગતા હોવાનો આરોપ:

યોગશે પોતાની સુસાઇડ નોટમાં લખ્યું છે કે, “પ્રિય સોનલ આણી અંકિતા મુઝે માફ કરના મેં આપકો છોડ કે જા રહા હું, બહુત દિનો સે મરને કી કોશિષ કર રહા થા. લેકિન આપ દોનો કો છોડ કે જાને કી ઇચ્છા નહીં હો રહી થી. ક્યુકી આપ મેરે સે બહુત પ્યાર કરતે થે. લેકિન મે ઇસ કાબિલ નહીં, મેરે જાને કે બાદ આપ દોનો કા ખ્યાલ કોન રખેગા, આપ દોનો કા ક્યાં હોગા, બહુત હી સુખી સંસાર થા મેરા, લેકીન કંપની કે 3-4 લોગ મેરે પાસ 10 ટકા વ્યાજ સે પૈસા માગ રહે થે.”

સુસાઇટ નોટમાં લખ્યા વ્યાજખોરોના નામ:

યોગેશે આગળ લખ્યું છે કે, “મેને હર મહિને ઉનકો વ્યાજ દિયા સિર્ફ એક મહિને વ્યાજ નહીં દીયા તો ઘર આને કી ઔર મારને કી ધમકી દે રહે થે. ઉસમે એક સુપરવાઇઝર પ્રકાશ હૈ ઔર દુસરે ભરવાડ હૈ સબસે જ્યાદા કાલુ તો લકુલેશ મે રહેતા હૈ, ઔવી બહુત પરેશાન કર રહા થા. ઔર ઉજ્જવલ પટેલ ભી હૈ, ઇન સબ કા નંબર મોબાઇલ મેં હૈ, પુલીસવાલો સે વિનંતી હૈ કી ઇન સબ કો એસી સજા મિલની ચાહિએ કી દુબારા કીસી કી જાન ના જાએ. બહુત પરેશાન કર રહે થે મુઝે, મુઝે યે સબ લોગ સોનલ-અંકિતા મુઝે માફ કરના. આપ દોનો કો છોડ કે જા રહા હું, લેકીન મેરે જાને કે બાદ ઇનકો છોડના મત.”

પંખા સાથે ઓઢણી બાંધી કર્યો આપઘાત:

યોગેશે આપઘાત કર્યો છે તેની સૌથી પહેલી જાણ તેના સાઢુની દીકરીને થઈ હતી. તેને જોયું તો માસા બેડરૂમમાં પંખા સાથે લટકતા હતા. તેમને ઓઢણી બાંધીને આપઘાત કરી લીધો હતો. તરત તેને બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમને નીચે ઉતાર્યા. જેના બાદ પલંગ પરથી સુસાઇડ નોટ પણ મળી આવી. આ અંગે પોલીસને પણ જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.પોલીસે મૃતકને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel