જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતાનો ‘મસાજ’ વીડિયો વાયરલ થયા બાદ હવે ઠાઠ માઠથી જેલમાં જમવાનો પણ વીડિયો આવ્યો સામે, જુઓ

સત્યેન્દ્ર જૈનને જેલમાં પણ મળી રહી છે રિસોર્ટ જેવી સુવિધાઓ, નવો વીડિયો સામે આવતા જ BJP દ્વારા કરવામાં આવ્યો હુમલો, જુઓ

મની લોન્ડરિંગના કેસમાં તિહાડની જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન હાલ ખુબ જ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા જ તેમને જેલમાં VVIP ટ્રીટમેન્ટ મળવાની વાત સામે આવી હતી. જેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈનને મસાજ કરવામાં આવી રહ્યુ હતુ. જેના બાદ ભારતીય જનતા પાર્ટીએ તેમના પર નિશાન સાધ્યું હતું.

ત્યારે હાલ તેમનો એક નવો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં સત્યેન્દ્ર જૈનને પલંગ પર જ જમવાનું પીરસવામાં આવતું જોવા મળી રહ્યું છે. આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈન હોટલનું જમવાનું જમતા જોવા મળી રહ્યા છે.  બીજેપી દ્વારા આ વીડિયો શેર કરવાની સાથે જ કહેવામાં આવ્યું હતું કે આ જેલ નહિ પરંતુ રિસોર્ટ લાગી રહ્યો છે. ત્યારે હવે સત્યેન્દ્ર જૈનના એ દાવા પર પણ સવાલ ઉભો થઇ રહ્યો છે જેમાં તેને કહ્યું હતું કે જેલમાં તેને બરાબર ખાવા દેવામાં નથી આવતું.

હાલ જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે સત્યેન્દ્ર જૈનના બેડ પર ત્રણ અલગ અલગ ડબ્બા જોવા મળી રહ્યા છે. જેમાં અલગ અલગ પ્રકારના વ્યજંન છે. સાથે જ તે ફળ ખાતો પણ જોવા મળી રહ્યો છે. તો મીડિયા રિપોર્ટ અનુસાર તિહાડ જેલ દ્વારા જાણવા મળી રહ્યું છે કે  સત્યેન્દ્ર જૈનનું વજન 8 કિલો વધી ગયું છે. જ્યારે તેમના વકીલ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો તેમનું વજન 28 કિલો ઓછું થઇ ગયું છે.

સત્યેન્દ્ર જૈનના વકીલ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેમને ધર્મને અનુરૂપ જેલમાં ભોજન કરવા દેવામાં નથી આવી રહ્યું. સાથે જ તેમને 5 મહિનામાં અન્નનો એક દાણો પણ નથી ખાધો. ત્યારે હવે જેલમાં પૌષ્ટિક આહાર લઇ રહેલા સત્યેન્દ્ર જૈનનો નવો વીડિયો સામે આવ્યા બાદ ભાજપે આમ આદમી પાર્ટી પર હુમલો કર્યો છે. હજુ આ મામલામાં તિહાડ જેલ પ્રસાશન દ્વારા કઈ કહેવામાં નથી આવ્યું.

Niraj Patel