સચિન તેંડુલકરની પુત્રી સારા સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. તે હંમેશા તેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે જે મિનિટોમાં જ વાયરલ થઇ જતી હોય છે. આ વખતે પણ સારાએ વીડિયો અને તસવીરો શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે.
સારા તેંડુલકર આ દિવસોમાં થાઇલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે. ત્યાંથી તેને કેટલીક તસવીરો પણ શેર કરી છે. સાથે તેને જણાવ્યું હતું કે તે થાઈલેન્ડના કોહ સમુઈ શહેરમાં ફરી રહી છે. સારાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો પણ શેર કર્યો હતો. તેમાં તે સફેદ ડ્રેસમાં ફિલ્મી ગીત પર ઝૂમતી નજર આવી હતી. સાથે જ સારાએ કેટલીક તસવીરો પણ શેર કરી હતી જેમાં તે થાઈલેન્ડના સુંદર ગામમાં નજર આવી રહી છે.
24 વર્ષની સારા મુંબઈમાં તેના ઘર સિવાય લંડનમાં પણ રહે છે. લંડનમાં તે ભણવાના કારણે રહે છે. સારા થોડા દિવસ પહેલા ગોવા પણ ફરવા ગઈ હતી અને ત્યાં તેને સ્પેશ્યિલ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર સારા તેંડુલકર બોલિવૂડમાં ડેબ્યુ કરી શકે છે.
આ કારણ પણ છે કે તે અવાર નવાર ફોટોશૂટ કરાવતી રહે છે અને સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ પણ રહે છે. જોકે તેના વિશે કોઈ આધિકારિક પુષ્ટિ થઇ નથી. સારાએ અવાર નવાર ઘણા ફોટોશૂટ, વિજ્ઞાપન અને પ્રોફાઈલ શૂટ કરાવ્યા છે તેવામાં તેના સંકેત તો મળી રહ્યા છે.
જયારે IPL થઇ હતી ત્યારે સારા અવાર નવાર મુંબઈ ઇન્ડિયન્સની મેચ જોવા પહોંચી હતી અને આ દરમ્યાન તેની તસવીરો પણ ખુબ વાયરલ થઇ હતી. સારા IPL જોવા એટલે જતી હતી કારણ કે તે તેના ભાઈ અર્જુનને ડેબ્યુ કરતા જોવા માંગતી હતી જોકે અર્જુનને ડેબ્યુ કરવાનો મોકો મળ્યો નહિ.
સારાને ફરવાનો ખુબ શોખ છે. તે દુનિયા ભરમાં ફરતી રહે છે. સારાએ ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, ઇન્ડોનેશિયા, દુબઇ સહીત ઘણા દેશમાં ફરી ચુકી છે. અત્યારે તે મુંબઈમાં રહે છે. થોડા મહિના પહેલા સારાએ એક કપડાંની બ્રાન્ડ માટે ફોટોશૂટ પણ કરાવ્યું હતું.