સારા અલી ખાન અને જાહ્નવી કપૂર આજકાલ બોલિવૂડની સૌથી વધુ પસંદ કરવામાં આવતી અભિનેત્રીઓમાંની એક છે. બંનેની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. હાલમાં જ તેઓ કેદારનાથ મંદિરમાં સાથે દર્શન કરતા જોવા મળ્યા હતા. સારા અને જાહ્નવી તસવીરો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં બંને સારી બોન્ડિંગ શેર કરતા જોવા મળે છે.
આ તસવીરો એક ચાહકે સોશિયલ હેન્ડલ પર પોસ્ટ કરી છે તેમજ બીજી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ બંને અભિનેત્રીઓ તેમના સારા સ્વભાવથી તેમના ચાહકોને પ્રભાવિત કરવામાં ક્યારેય નિષ્ફળ નથી થતી. ઉપરાંત, બંને એકબીજા સાથે ખૂબ જ સારી બોન્ડિંગ શેર કરે છે. સારા અને જાહ્નવીની કેદારનાથમાં ફેન સાથે પોઝ આપતી તસવીર ઇન્ટરનેટ પર સામે આવી છે અને તે વાયરલ થઈ રહી છે.
સારા અને જાહ્નવી આ દરમિયાન સંપૂર્ણ રીતે ભોલેનાથના રંગમાં રંગાયેલી જોવા મળે છે. બંને બર્ફીલા પહાડો વચ્ચે એકબીજા સાથે ખૂબ મસ્તી પણ કરી રહ્યા છે. બંનેની આ શાનદાર સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સારા અલી ખાન અને જાહ્નવી કપૂરની આ તસવીર જોયા બાદ સ્પષ્ટ છે કે બંને ગરમ કપડામાં ઓછા તાપમાન અને ઠંડીની મજા માણી રહ્યાં છે. હેવી જેકેટ અને વૂલન કપડાથી લઈને ગરમ બૂટ સુધી બંને આ સમય દરમિયાન શાનદાર અંદાજમાં જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે સારા અને જાહ્નવી કપૂર એકબીજાના ખૂબ સારા મિત્રો છે અને ઘણીવાર બંને એક સાથે પાર્ટી કરતા અને મસ્તી કરતા જોવા મળે છે. હાલમાં જ આ બંને રણવીર સિંહના શો ‘ધ બિગ પિક્ચર’માં પણ સાથે જોવા મળ્યા હતા. સારા અલી ખાન અને જાહ્નવી કપૂરે પણ આ દરમિયાન હવન અને યજ્ઞ કર્યો હતો. આ પહેલીવાર નથી જ્યારે બંને ભગવાનના દર્શન કરવા માટે આ મંદિર પહોંચ્યા હોય, પરંતુ બંને ઘણીવાર આવા દર્શન કરતા જોવા મળે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન છેલ્લે વરુણ ધવન સાથે કોમેડી ફિલ્મ કુલી નંબર 1માં જોવા મળી હતી. તે હાલમાં તેની આગામી મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ અતરંગી રેની રિલીઝ માટે તૈયારી કરી રહી છે. આનંદ એલ રાયની આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ધનુષ પણ મુખ્ય ભૂમિકામાં છે.
જાહ્નવી છેલ્લે રાજકુમાર રાવ અને વરુણ શર્મા સાથે હોરર-કોમેડી રુહીમાં જોવા મળી હતી. ખૂબ જ ટૂંક સમયમાં તે સિદ્ધાર્થ સેનગુપ્તા દ્વારા નિર્દેશિત ગુડલક જેરીમાં જોવા મળશે. આ સિવાય તેની પાસે ધર્મા પ્રોડક્શનની દોસ્તાના 2 પણ છે.
ઉલ્લેખનીય છે કે સારા અલી ખાન સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી છે તો જ્હાનવી કપૂર બોની કપૂર અને શ્રીદેવીની દીકરી છે. સારા અને જાહ્નવી કપૂર બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેમના ફેન્સ સાથે તેમની સુંદર તસવીરો અને અપડેટ્સ શેર કરતી રહે છે.