અરબોપતિ નવાબની લાડલી ફરી ટૂંકી ટૂંકી ચડ્ડીમાં દેખાઈ, જુઓ PHOTOS
બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન એ હસીનાઓમાંની એક છે, જેના પાત્રમાં જ નહિ પરંતુ સ્ટાઇલમાં પણ મસ્તીની ઝલક જોવા મળે છે. આમ તો સારાને ઇન્ડિયન સ્ટાઇલના આઉટફિટથી ઘણો લગાવ છે, પરંતુ શુટ્સ-ફિલ્મ પ્રમોશન્સ વચ્ચે તે વધારે વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળે છે.
સારા અલી ખાન સિંપલ લુકમાં પણ સ્ટાઇલિશ લાગે છે. તે સોથી વધારે પસંદ કરનાર સ્ટારકિડમાંની એક છે અને તેની સ્ટાઇલ અપીયરેંસના લાખો લોકો પણ દીવાના છે. હાલમાં જ સારાને જીમની બહાર સ્પોટ કરવામાં આવી હતી. સારા કોઇ પણ લુકમાં ખૂબસુરત લાગે છે.
સારા અલી ખાનની આ દરમિયાનની તસવીરો ઘણી જ વાયરલ થઇ રહી છે. સારા જીમ આઉટફિટમાં ઘણી ખૂબસુરત લાગી રહી હતી. સારાએ પણ કેમેરા સામે ઘણા પોઝ આપ્યા હતા. સારા શોર્ટ્સ ટોપમાં જીમ બહાર સ્પોટ થઇ હતી અને પેપરાજીને પોઝ આપ્યા બાદ તે કારમાં બેસી નીકળી ગઇ હતી.
સારા તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે અને તે રોજ જીમ પણ જાય છે. સારા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની ગ્લેમરસ તસવીરોથી ચાહકોને મદહોશ કરતી રહે છે. સારાની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઇંગ છે. તેના લાખો ચાહકો છે. તે તેની વીડિયોથી ચાહકોનું મનોરંજન પણ કરતી રહે છે.
ઉલ્લેખનીય છે કે, સારા અલી ખાને હાલમાં જ ડાયરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ “અતરંગી રે”નુ શુટિંગ પૂર્ણ કર્યુ છે. હવે સારા એકવાર ફરી તેમના પ્રોડ્કશન હાઉસની આગળની ફિલ્મ “નખરેવાલી”માં લીડ રોલમાં જોવા મળશે.
સારા અલી ખાને અક્ષય કુમાર અને ધનુષ સાથે પહેલા જ અતરંગી રેનું શુટિંગ પૂરુ કરી લીધુ છે. તે આદિત્ય ધરની ફિલ્મ “ધ ઇમ્મોર્ટલ અશ્વત્થામા”માં જોવા મળશે.. આ ફિલ્મમાં તેની સાથે વિક્કી કૌશલ છે. સારા અલી ખાન આ પહેલા વરુણ ધવન સાથે “કુલી નંબર 1″માં જોવા મળી હતી.
સારાએ બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ “કેદારનાથ” દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુુ, તે બાદ તે રણવીર સિંહ સાથે ફિલ્મ “સિમ્બા”માં જોવા મળી હતી. સારાએ બોલિવુડમાં થોડા જ સમયમાં તેની નામના મેળવી લીધી છે.