રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનની પત્ની આગળ ફેલ છે બોલિવુડ અભિનેત્રી, ખૂબસુરતી જોઇ નતાશા અને ધનાશ્રીને પણ ભૂલી જશો

રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનની લવ સ્ટેરી ફેસબુકથી થઇ હતી શરૂ, પત્નીની ખૂબસુરતી જોઇ રહી જશો હેરાન

આપણા દેશમાં ક્રિકેટને કોઈ તહેવારથી ઓછું માનવામાં આવતું નથી અને જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વાત આવે છે, ત્યારે ઉત્સાહ અનેકગણો વધી જાય છે. IPL 2022ની ફાઇનલ મેચ હાલમાં જ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ હતી, જેમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવી IPL 2022નો ખિતાબ જીત્યો હતો. રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ક્વોલિફાયરમાં 7 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને યુવા કેપ્ટન સંજુ સેમસને ફરી એકવાર બતાવ્યું કે તેની ટીમમાં કેટલી શક્તિ છે.

IPL 2022 સીઝન રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન માટે શાનદાર રહી છે. માત્ર કેપ્ટન તરીકે જ નહીં પરંતુ બેટ્સમેન તરીકે પણ તેણે ધૂમ મચાવી છે. તેના અંગત જીવન વિશે વાત કરીએ તો, કેરળના 27 વર્ષીય વિકેટ કીપર બેટ્સમેન સેમસને તેની કોલેજ ગર્લફ્રેન્ડ ચારુલતા સાથે લગ્ન કર્યા છે. આ બંનેની લવ સ્ટોરી વિશે બહુ ઓછા લોકો જાણે છે. ચારુલતા સેમસન કેરળના તિરુવનંતપુરમના વતની છે. ચારુલતા કોલેજમાં સંજુ સેમસનની ક્લાસમેટ હતી. સંજુ અને ચારુએ તિરુવનંતપુરમની માર ઈવાનિયોસ કોલેજમાં સાથે અભ્યાસ કર્યો હતો.

સંજુ સેમસને ફેસબુક પર ચારુલતાને ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલી હતી અને ત્યાંથી તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી. જે બાદ બંનેએ પોતાની લગ્નની ઈચ્છા પરિવારના સભ્યોને જણાવી હતી. પરિવારના સભ્યોએ પણ બંનેના લગ્ન ધામધૂમથી કર્યા હતા.5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ 22 ડિસેમ્બર 2018ના રોજ લગ્ન કર્યા હતા. સંજુ સેમસન એક ખ્રિસ્તી છે, જ્યારે ચારુલતા હિંદુ નાયર છે. બંનેના લગ્ન કોવલમ શહેરમાં થયા હતા, જેમાં બહુ ઓછા લોકોએ હાજરી આપી હતી.સંજુ સેમસનની પત્ની સુંદરતામાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી.

તેણે તિરુવનંતપુરમમાં તેમનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને માર ઈવાનિયોસ કોલેજમાંથી રસાયણશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી, જ્યાંથી સંજુએ બીએ પણ કર્યું. સંજુ કહે છે કે કૉલેજના દિવસોમાં અમારી કારકિર્દી સુધારવા માટે અમે બંને લાંબા સમય સુધી એકબીજાથી દૂર રહ્યા. ચારુલતાએ માનવ સંસાધનમાંથી બીએસસી અને પીજી કર્યું. વાંચન-લેખન ઉપરાંત તેમને ગીતો સાંભળવાનો ઘણો શોખ હતો. મેં ચારુલતાને ઘણા દિવસો પછી મેસેજ કર્યો પણ તેણે જવાબ ન આપ્યો.

લાંબા સમય સુધી રાહ જોયા પછી એક દિવસ હું નારાજ થઈને તેને મળવા કોલેજ પહોંચ્યો. તે પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. એક ઈન્ટરવ્યુ દરમિયાન સંજુ સેમસને જણાવ્યું હતું કે 22 ઓગસ્ટ 2013ના રોજ 11:11 વાગ્યે સંજુએ ચારુલતાને ટેક્સ્ટ કરીને ‘હાય’ લખ્યુ, પરંતુ ચારુએ સંજુના મેસેજનો જવાબ આપ્યો નહોતો. તેનાથી પરેશાન થઈને સંજુ તેને મળવા સીધો કોલેજ ગયો અને તેણે ચારુલતાને પોતાના દિલની વાત કહી. લગ્ન પહેલા સંજુ અને ચારુએ એકબીજાને 5 વર્ષ સુધી ડેટ કર્યા હતા.

આ દરમિયાન તેમણે પોતાના સંબંધોને ખૂબ જ અંગત રાખ્યા અને પોતાના સંબંધોને મીડિયાની સામે આવવા દીધા નહીં. 22 ડિસેમ્બર 2018ના રોજ, ચારુ અને સંજુએ માત્ર 30 લોકોની હાજરીમાં ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા. સંજુએ સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની તસવીરો શેર કરીને ફેન્સને જાણ કરી હતી. ચારુલતા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો છે જેમાં ચારુલતા ખૂબ જ સુંદર લાગી રહી છે. IPL 2022માં રાજસ્થાન રોયલ્સ માટે સંજુ સેમસને શાનદાર કેપ્ટનશિપ કરી હતી.

સંજુની કપ્તાનીમાં ટીમે 14 વર્ષ બાદ IPLની ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ સિઝનમાં તેણે 16 મેચમાં 444 રન પણ બનાવ્યા છે.સંજુના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે કેરળ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તેણે ટીમ ઈન્ડિયા માટે 7 T20 મેચ રમી છે. આ દરમિયાન 11.85ની એવરેજથી 85 રન બનાવ્યા છે. 55 ફર્સ્ટ ક્લાસ મેચોમાં સંજુએ 37.64ની એવરેજથી 3162 રન બનાવ્યા છે. તેણે 95 લિસ્ટ A મેચમાં 2445 રન બનાવ્યા છે. સંજુએ 108 IPL મેચમાં 2703 રન બનાવ્યા છે.

Shah Jina